- ઉનાળામાં કેરી બજારમાં જોવા મળે છે. કેરી તમામ લોકોને ભાવે છે. પોરબંદરની બજારમાં બરડાની કેસર કેરીનું આગમન થયું છે. તેમજ મહારાષ્ટ્રથી પણ કેરી આવી આવી રહી છે. જોકે ગીરની કેરી હજુ પોરબંદરની બજારમાં આવી નથી.
- પોરબંદર: ઉનાળામાં કેરીનું બજારમાં આગમન થતું હોય છે. જુદા જુદા પ્રદેશની કેરી બજારમાં મળે છે. ગીરની કેસર કેરી વિશ્વ પ્રખ્યાત છે. ગીરમાં કેરીનાં બગીચા આવેલા છે. પોરબંદર જિલ્લાનાં બરડા પંથકમાં કેરીનાં બગીચા આવેલા છે. તેમજ ગીરની કેસર કેરી કરતા બરડાની કેરીનું આગમન બજારમાં વહેલું થતું હોય છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં બરડાની કેસર કેરીનું આગમન થયું છે. તેમજ મહારાષ્ટ્રની કેરી પણ બજાર જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં બરડાની કેરીનાં 100 બોકસ આવ્યાં આવ્યાં હતાં.
- કેરીનાં વેપારી નીતીનભાઇ દાસાણીએ જણાવ્યું હતું કે, બરડાની કેસર કરીનું આગમન થયું છે. છેલ્લા એક સપ્તાહથી સારી આવક થઇ રહી છે. તેમજ છેલ્લા બે દિવસમાં 100 બોકસની આવક થઇ હતી. બરડાની કેસર કેરીનાં ભાવ એક બોકસનાં 1500 રૂપિયાથી લઇને 2500 રૂપિયા છે. એટલે કે એક કિલોનાં ભાવ 150 રૂપિયાથી લઇને 250 રૂપિયા છે. તેમજ મહારાષ્ટ્રની કેરીની 500 કિલો જેવી આવક થઇ હતી. જોકે હજુ ગીરની કેસર કેરી પોરબંદરની બજારમાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.