Give Up Tea For A Month: એક્સપર્ટ અનુસાર જો તમે ચા કે કોફી પીવાનું છોડો છો અને સતત 1 મહિના સુધી નથી પીતા તો તમને સ્વાસ્થ્યમાં ઘણા બધા સકારાત્મક ફેરફાર જોવા મળશે. તો ચાલો તમને જણાવીએ કે 1 મહિના સુધી ચા કે કોફી ન પીવામાં આવે તો શરીરને શું અસર થાય છે
Give Up Tea For A Month: ભારતમાં લગભગ દરેક વ્યક્તિના કામની શરુઆત ચા કે કોફી સાથે થાય છે. ઘણા લોકોને તો આંખ ઉઘડતાની સાથે જ ચાનો કપ હાથમાં જોઈએ છે. તો ઘણા લોકો સવારથી રાત સુધીમાં અનેક કપ ચા પી જતા હોય છે. ઘણા લોકોને મસાલેદાર ચા પીવાની આદત હોય છે તો ઘણા લોકો સવારે કોફી પીવાનું પસંદ કરે છે. સવાર સવારમાં કડક મીઠી ચા પીને મજા તો આવે છે પરંતુ તેનાથી શરીરને નુકસાન પણ થાય છે.
જો તમે પણ ચા કે કોફી વધારે પ્રમાણમાં પીવો છો તમારે આ કામ કરવું જ જોઈએ. એક્સપર્ટ અનુસાર જો તમે ચા કે કોફી પીવાનું છોડો છો અને સતત 1 મહિના સુધી નથી પીતા તો તમને સ્વાસ્થ્યમાં ઘણા બધા સકારાત્મક ફેરફાર જોવા મળશે. તો ચાલો તમને જણાવીએ કે 1 મહિના સુધી ચા કે કોફી ન પીવામાં આવે તો શરીરને શું અસર થાય છે ?
ચા કે કોફી પીવાથી થાક તો તુરંત ઉતરી જાય છે પરંતુ તે બીપી વધારે છે. ચા કે કોફી પીવી સારી આદત નથી. ચા અને કોફીમાં કેફીન હોય છે જે બ્લડ પ્રેશર વધારે છે. જો તમે ચા કે કોફી નથી પીતા તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે.
બ્લડ સુગર લેવલ
ચા કે કોફી પીવાનું છોડો છો તો તમારું બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં આવી શકે છે. ખાંડ અને દૂધવાળી ચા કે કોફી બ્લડ સુગરને વધારે છે. તેના કારણે બ્લડ સુગર લેવલ સંબંધિત સમસ્યા વધી જાય છે. જો તમે ચા કે કોફી નથી પીતા તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
ઊંઘ સારી આવશે
જો તમે 1 મહિના સુધી ચા કે કોફી નથી પીતા તો ઊંઘ સારી આવવા લાગશે. ચા કે કોફીમાં કેફીન હોય છે જે મગજને સતત એક્ટિવ રાખે છે તેના કારણે બરાબર ઊંઘ આવતી નથી. આ સ્થિતિમાં ચા કે કોફી પીવાથી બચવું.
દાંત સાફ થશે
સતત 1 મહિના સુધી કેફીનયુક્ત વસ્તુનું સેવન ન કરવાથી દાંત પણ સાફ રહે છે. ચા અને કોફી એસિડિક પણ હોય છે જે આપણા દાંતને નુકસાન કરે છે. તેના કારણે દાંત પીળા પડવા લાગે છે.
વજન ઘટે છે
ચા કે કોફી 1 મહિના સુધી ન પીવાથી વજન કંટ્રોલમાં રહે છે. ચા અને કોફીમાં પડતી ખાંડ અને તેમાં રહેલુ કેફીન મેટાબોલીઝમને અસર કરે છે. જો તમે ચા કે કોફી છોડો છો તો મેટાબોલીઝમ બુસ્ટ થાય છે અને વજન ઘટે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.