Horoscope 2nd April: કર્ક રાશિના લોકોએ સતર્ક રહેવું, તો સિંહ વાળાને થશે નફો; વાંચો આજનું રાશિફળ

Daily Horoscope, Aaj nu RashiBhavishya, Rashifal for 2 April: આજે તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તમને તમારો કોઈ સંબંધી છેતરી શકે છે. આજે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે. જાણો પ્રખર જ્યોતિષ શાસ્ત્રી ચિરાગ દારુવાલા (Chirag Daruwalla) પાસે કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે મુશ્કેલી ભર્યો? તમારો લકી કલર અને નંબર.

મેષ: ગણેશજી કહે છે કે આજે તમે તમારા અસ્તવ્યસ્ત બિઝનેસને સાંભળવાનો પ્રયત્ન કરશો, જેથી આજનો દિવસ તમારે ખૂબ મહેનત કરવી પડી શકે છે, તેમજ તમે આખો દિવસ વ્યસ્ત રહેશો. આજ તમારે પ્રવાસ પર જવું હોય તો તમારે સાવધાની રાખવી પડશે, કારણ કે તમારો અકસ્માત થઇ શકે છે. તમે તમારી મીઠી બોલીથી નવા મિત્રો બનાવી શકશો, જેનાથી તમને ફાયદો પણ થશે. આજે વિદ્યાર્થી વર્ગની સફળતાના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થશે. તમે આજનો સાંજ તમારા બાળકોની સમસ્યાઓ સાંભળવામાં વિતાવશો. તમે બાળકો સાથે સમય વિતાવીને આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. આજે તમે તમારા જીવનસાથી માટે ખરીદી કરવા જઈ શકો છો.

વૃષભ: ગણેશજી કહે છે કે આજે તમે તમારા લાઈફપાર્ટનર સાથે મળીને તમારા બાળકોના ભવિષ્યની કેટલીક યોજનાઓ બનાવશો. તમે કેટલીક સારી યોજનાઓ પાછળ તમારા પૈસાનું રોકાણ કરી શકો છો, જે ભવિષ્યમાં તમારા બાળકો માટે ફાયદાકારક થશે. આજે બિઝનેસ કરતા જાતકોએ કોઈની સાથે પૈસાની લેવડ-દેવડ કરવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ, કારણ કે આજે કોઈ વ્યક્તિ તમને છેતરવાનો પ્રયાસ કરી શકે છે. આજે રાજકારણ સાથે જોડાયેલા લોકોને વધુ સારી તક મળી શકે છે, જેનાથી તેમની પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારી કારકિર્દીને ચમકાવશે. આજેનો દિવસ તમારા અંગત જીવન માટે વ્યસ્ત

મિથુન: ગણેશજી કહે છે કે આજે તમે સામાજિક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો અને તમારા પૈસાનો થોડો ભાગ સેવાકીય કાર્યોમાં પણ લગાવશો, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. આજે તમારા પિતાને આંખની કોઈ સમસ્યા થઈ શકે છે, જેમાં તમારે બેદરકારી ન રાખવી જોઈએ, નહીંતર બાદમાં તમારા માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. આજે તમારે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા ખરીદી કરવાનો નિર્ણય લેવા માટે તમારા જીવનસાથીની સલાહ લેવી પડે. આજે સાંજે તમે તમારું બિઝનેસ પ્લાનિંગ શરૂ કરી શકો છો. આજે તમારા જીવનમાં કોઈ નવું વ્યક્તિ આવી શકે છે.

કર્ક: ગણેશજી કહે છે કે આજે તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તમને તમારો કોઈ સંબંધી છેતરી શકે છે. આજે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે, જેથી આજે તમારે તમારા મનમાં માત્ર સકારાત્મક વિચારો રાખવા જોઈએ. કારણ કે નકારાત્મક વિચારો તમારા પૈસા ડુબાડી શકે છે. આજે વિદેશથી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમે તમારા જીવનસાથીને કોઈ નવા બિઝનેસ અંગે વાત કરવાનું વિચારી શકો છો. આજે તમે પરિવાર સાથે મળીને પૂજા કરી શકો છો, તેમજ કોઈના લગ્નની વાતો શરૂ થઈ શકે છે.

સિંહ: ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે સામાન્ય રહે, પરિણામે તમે તમારા વ્યવસાયમાં વ્યસ્ત રહેશો અને તમારા બીજા કામોમાં ધ્યાન નહીં આપો, જેથી તમે તમારા બિઝનેસમાંથી ઈચ્છિત નફો ન મેળવી શકો. જોકે, તમે તમારા રોજિંદા ખર્ચને પહોંચી વળશો. આજે સાંજે તમે કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો, જ્યાં તમે કેટલાક પ્રભાવશાળી લોકોને મળશો. આજે તમે સખત મહેનત કરીને જ સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે સાંજે તમે તમારા મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. તેમની સાથે સમય વિતાવીને તમે ફ્રેશ રહેશો  અને કેટલીક જૂની યાદો તાજી થવાથી તમારું મન ખુશ થશે.

કન્યા: ગણેશજી કહે છે કે આજે વિદ્યાર્થીઓને સખત મહેનત પછી જ શિક્ષણમાં સફળતા મેળવી શકશે અને આજે તેમની કેટલીક પરીક્ષાઓનું પરિણામ પણ આવી શકે છે. પરિણામે આજનો દિવસ તમારા માટે મધ્યમ લાભદાયી રહે. પોતાના પૈસા શેર માર્કેટ કે સટ્ટાબાજીમાં રોકતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે, પરંતુ આ જોખમી હોવાથી રોકાણ કરતા લોકોએ એક્સપર્ટ્સની સલાહ લઈને જ તેમના નાણાંનું રોકાણ કરવું જોઈએ. તમારા પરિવારના કોઈ સભ્યના ખરાબ વર્તનથી તમે થોડા પરેશાન રહેશો, પરંતુ તમે તેમને સમજાવીને અને તેમના વિચારોને સમજીને બધું બરાબર કરી શકશો. તમે તમારા બાળક માટે ગિફ્ટ લાવી શકો છો.

તુલા: ગણેશજી કહે છે કે આજે નોકરિયાત લોકોનો દિવસ સારો રહેશે. જે લોકોને આ નોકરીમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, આજે તેમને કોઈ બીજી જગ્યાએથી ઓફર મળી શકે છે. તમારે તમારા જીવનસાથીની કેટલીક સમસ્યાઓ સાંભળવી અને સમજવી પડે, તો જ તમે તેના ઉકેલ શોધવામાં સફળ થશો, જેના માટે તમારે તમારી માતાની પણ સલાહ લેવી પડે. તમે તમારા પરિવારના નાના બાળકો સાથે મોજ-મસ્તી કરીને સાંજ વિતાવશો. આજે તમારે તમારા સાસરિયામાંથી કોઈને પૈસા ઉછીના આપતી વખતે સાવચેતી રાખવી જોઈએ, કારણ કે તમારા સાસરિયાઓ સાથે તમારા સંબંધો બગડી શકે છે અને તમારી કોઈ સાથે દલીલ થઈ શકે છે.

વૃશ્ચિક: ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. તમે તમારા ભાઈઓ સાથે પ્લાનિંગ કરી શકો છો, જે તમારા ભવિષ્ય સુધારશે, પરંતુ તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડે, નહીંતર ભવિષ્યમાં તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. જો આજે તમારા જીવનસાથી સાથે કોઈ મતભેદ થાય, તો તમારે તેને સાથે મળીને હલ કરવો જોઈએ. જો આજે તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો, તો તમને સરળતાથી ઉધાર મળી જશે.

ધન: ગણેશજી કહે છે કે આજે ચાલી રહેલા તમારા કોર્ટ કેસમાં બપોર પછી તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે, જેને લઈને તમે ખુશ રહેશો. પરંતુ તમારે તમારા માતા-પિતાને આપેલા વચનો પૂરા કરવા પડશે, નહીંતર તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. આજે તમારા માટે યાત્રા કરવી ફાયદાકારક રહેશે. આજે રાજનીતિ સાથે જોડાયેલા લોકોનો તેમના સિનિયર્સ સાથે થોડો વિવાદ થઈ શકે છે, જેને લઈને તેઓ પરેશાન રહેશે. જો આજે તમે કોઈને પૈસા ઉધાર આપો છો, તો તે પૈસા પરત મળવાની શક્યતા ખૂબ ઓછી છે, તેથી સાવચેત રહો. વિદ્યાર્થીઓને આજે તેમના શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળશે.

મકર: ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે અત્યંત ફળદાયી રહે. વેપારીવર્ગને તેમની ઈચ્છા મુજબ નફો મળશે, પરિણામે તેઓ ખૂબ જ ખુશ રહેશે અને તેઓ પોતાના માટે થોડી શોપિંગ પણ કરી શકશે, જેમ કે નવા કપડાં, મોબાઈલ, લેપટોપ. જો તમે ઈચ્છો છો કે તમારું બાળક વિદેશમાં ભણે તો તમે આજે જ તેના માટે અરજી કરી શકો છો. તમારે એકલા હાથે કોઈ નિર્ણય ન લઈને તેમાં તમારા જીવનસાથીની સલાહ લેવી જોઈએ. તમે સાંજનો સમય તમારા માતા-પિતાની સેવામાં પસાર કરશો. જેનાથી તમને ખુશી થશે. આજે તમને કોઈ જૂનો શોખ પૂરો કરવાનું મન થશે.

કુંભ: ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. આજે નોકરિયાત જાતકોને તેમના કોઈ સહકર્મી સાથે વિવાદ થઈ શકે છે, જેમાં તેમને તેમના સિનિયર તરફથી ઠપકો સાંભળવો પડી શકે છે. આજે તમે તમારા બાકી રહેલા કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા રહેશો. આજે તમારા પિતા સાથે ચાલી રહેલો કોઈ વિવાદ તમારા ભાઈઓની મદદથી ઉકેલી શકાશે. તમારે કોઈ પર વિશ્વાસ કરતા પહેલાં બે વાર વિચારીને જ પૈસાની લેવડદેવડ કરવી સારી રહેશે. આજે સાંજે તમે તમારા લાઈફપાર્ટનરને લઈને તમારા સાસરિયાઓ સાથે સમાધાન કરવા માટે જઈ શકો છો.

મીન: ગણેશજી કહે છે કે આજે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તેવી કેટલીક નવી સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો. આજે તમારી ઈચ્છાઓ પૂરી થશે, પરંતુ તમે કેટલીક વ્યવસાયિક બાબતો માટે ખોટા વ્યક્તિની સલાહ લઈ શકો છો, પરિણામે પાછળથી તમારે પસ્તાવાનો વારો આવી શકે છે. આજે પરિવારના લગ્ન કરવા યોગ્ય સભ્ય માટે વધુ સારો સંબંધ આવી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે થોડો સમય એકલા વિતાવશો અને તમારી કેટલીક સમસ્યાઓ તેમની સાથે શેર કરશો. આજે વિદ્યાર્થીઓએ શિક્ષણની સમસ્યાઓમાં તેમના વડીલોની મદદ લેવી પડે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.