અનિલ અંબાણીની Rcomને વધુ એક મોટો ઝાટકો, આ જાણીતી કંપનીએ હાથ પાછા ખેંચ્યા

ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન(આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણીની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે. દેવાના ડુંગર હેઠળ દબાયેલ આ કંપનીની નાણાકીય સમસ્યા સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે આરકોમને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. ટેલિકોમ ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાંથી એક ભારતી એરટેલે આરકોમની મિલકત ખરીદવા માટે જે બોલી લગાવી હતી. તેને પરત ખેંચી છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ આરકોમની મિલકત ખરીદવા માટે જે બોલી ભારતી એરટેલ દ્વારા લગાવવામાં આવી હતી. હવે તે કંપનીએ પરત ખેંચી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એરટેલે રિલાયન્સ જિયોના આગ્રહ પર બોલી જમા કરવાની સમય મર્યાદામાં વધારો કરવાના સમિતિના નિર્ણયને સંપૂર્ણ રીતે અયોગ્ય ગણાવ્યો છે અને પક્ષપાતી હોવાનું જણાવ્યું છે. આ કારણે કંપનીએ બોલી પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત એરટેલના ફાઇનાન્સ ડિરેક્ટર હરજીત કોહલીએ એક પત્ર લખીને કહ્યું હતું કે જ્યારે એરટેલે અંતિમ મુદત વધારવાની વિનંતી કરી હતી ત્યારે આરકોમની સમિતિના ઋણદાતાઓ(સીઓસી) એ નામંજૂર કરી હતી.

આપને જણાવી ધઈએ કે રિલાયન્સ જિયોએ મિલકત વેચાણના સોદાને લઈ સમય સીમા 10 દિવસ આગળ વધારવાનો આગ્રહ કર્યો હતો. પછી સીઓસીએ સમય મર્યાદા 10 દિવસ આગળ વધારી હતી અને બોલી 25 નવેમ્બરે ખોલવાનો નિર્ણય કર્યો. રિપોર્ટ મુજબ આરકોમની મિલકત ખરીદવા માટે ભારતીય એરટેલ, ભારતી ઇન્ફ્રાટેલ અને ખાનગી ઇક્વિટી કંપની વાર્દે પાર્ટનર્સે બોલી લગાવી હતી. જ્યારે આરકોમના સ્પેક્ટ્રમ ખરીદ માટે એરટલે બોલી લગવી હતી. ઉપરાંત મોબાઇલ ટાવર માટે ભારતીય ઇંફ્રાટેલ દ્વારા બોલી જમા કરાવવામાં આવી હતી. 31 માર્ચ, 2019 સુધી આરકોમ પર કુલ 35,600 કરોડ રૂપિયાનું દેવું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.