જસ્ટિસ શરદ અરવિંદ બોબડે એ સોમવારના રોજ દેશના 47મા ચીફ જસ્ટિસ (CJI) પદના શપથ લીધા. જસ્ટિસ બોબડે એ કેટલાંય ઐતિહાસિક ચુકાદામાં અગત્યની ભૂમિકા નિભાવી અને તાજેતરમાં અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળ પર રામ મંદિર બનાવાનો રસ્તો સાફ કરવાના નિર્ણયમાં પણ તેઓ સામેલ રહ્યા છે. 63 વર્ષના ન્યાયમૂર્તિ બોબડે એ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇનું સ્થાન લીધું, તેઓ 17 મહિના સુધી પદ પર રહેશે અને 23મી એપ્રિલ 2021ના રોજ રિટાયર થશે.
રામ જન્મભૂમિ વિવાદના નિર્ણયમાં રહ્યા સામેલ
ન્યાયમૂર્તિ ગોગોએ કોર્ટમાં ભરતીઓ અને માળખાકીય સંરચનાઓની અછત પર સંજ્ઞાન લીધી અને તમામ રાજ્યો તથા સંબંધિત ઉચ્ચ ન્યાયલયોને જરૂરી પગલાં ઉઠાવાના નિર્દેશ આપવાની સાથો સાથ પોતે પણ નજર કરી. અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર ચુકાદો આપીને 1950થી ચાલી રહેલા વિવાદના પટાક્ષેપ કરવાની પાંચ ન્યાયાધીશોની બેન્ચમાં ન્યાયમૂર્તિ બોબડે સામેલ રહ્યા હતા. ઑગસ્ટ 2017મા તત્કાલીન સીજેઆઇ જે.એસ.ખેહરની અધ્યક્ષતામાં નવ ન્યાયાધીશોની બેન્ચે એકમત થઇને ગોપનીયતાના અધિકારને ભારતમાં સંવૈધાનિક તરીકે સંરક્ષિત મૂળ અધિકાર હોવાનો ચુકાદો આપ્યો હતો. આ બેન્ચમાં પણ ન્યાયમૂર્તિ બોબડે સામેલ હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.