દૈનિક રાશિફળ 3 એપ્રિલ: દિવસની શરુઆતમાં મહત્વના કામ પતાવી લેવા, બપોર પછી વધી શકે છે મુશ્કેલીઓ, વાંચો આજનું રાશિફળ

2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ …

1/12

મેષ:
મેષ:

ગણેશજી કહે છે, આજનો દિવસ તમારો સારો પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ સૌનો સહયોગ મળશે. જો શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રયાસ કરી રહ્યા હોવ તો આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. બપોર સુધીમાં આર્થિક સંકટ પણ પૂરૂ થશે, પરંતુ કાર્યક્ષેત્રમાં ધીમી ગતિના કારણે માનસિક તણાવ પેદા થઈ શકે છે.

/12

વૃષભ:
વૃષભ:

ગણેશજી કહે છે, ઘરના સભ્યો કે સંતાન વ્યવહારથી તમે દુઃખી રહેશો. પત્ની કે પ્રેમિકા પણ આવા પ્રકારના વ્યવહારથી તમને વ્યથિત કરી શકે છે, જેથી તમે મનોમન પરેશાન રહો. આજે ના છૂટકે પણ તમારે એવું કમ કરવું પડી શકે છે કે જે બીજા માટે અસુવિધાનજક હોય.

/12

મિથુન:
મિથુન:

ગણેશજી કહે છે, કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રસંશા થશે, પરંતુ સાથો સાથ તમારા દુશ્મની નિંદાઓ પણ વધશે. આવામાં તમારે જરાય પરેશાન થવાની જરૂર નથી. બસ તમારે તમારા કામ પર ફોકસ કરવાની જરૂર છે. જેનાથી બધું જ બરાબર થઈ જશે. કારણ કે ક્યારેય સારા કામનું ફળ ખરાબ નથી મળતું.

12

કર્ક:
કર્ક:

ગણેશજી કહે છે, આજે તમને વ્યવસાયમાં તમારા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. નોકરીમાં બની શકે છે કે આજે કોઈ કારણથી તમારે વિવાદ થઈ જાય, આવી સ્થિતિમાં વાણી પર કાબૂ રાખવાની જરૂર છે. નહીં તો અનિશ્ચિતતાના કારણે માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે.

5/12

સિંહ:
સિંહ:

ગણેશજી કહે છે, છેલ્લાં કેટલાંક દિવસોથી તમે નાના-મોટા કામ બગડી જવાથી આશ્ચર્યમાં છો. બની શકે છે કે આજે તમારા આ કામમાં સુધારો આવી શકે. તેમ છતા પણ કોઈ ડર કે શંકાના કારણે તમારૂ મન અશાંત રહી શકે છે. બપોર બાદ કેટલીક દોડાધામ પછી થોડો લાભ મળી શકે છે

12

કન્યા:
કન્યા:

ગણેશજી કહે છે, કોઈ પ્રતિયોગી પરીક્ષા માટે તમારે તૈયાર રહેવું પડશે. જો તમે તમારા વ્યવસાય કે વેપાર સંબંધિત કોઈ કરાર કે લખાણનું કામકાજ કરવા માંગતા હોવ તો તેને બે જ દિવસમાં પુરૂ કરી લેજો. આ જ સમય તમારા માટે શ્રેષ્ઠ છે. પરિવારના સભ્યો સાથે આજનો દિવસ સારી રીતે પસાર થશે.

/12

તુલા:
તુલા:

ગણેશજી કહે છે, હાલનો સમય કાર્યક્ષેત્રમાં અવર-જવરનો અને નિયમબદ્ધ કામ પૂરો કરવાનો ચાલી રહ્યો છે. આ દરમિયાન નજીકના લોકો ચિંતામાં વધારો કરી શકે છે. જો તમે પ્રેમ સંબંધમાં હોવ તો વહેલી તકે નિર્ણય લઇ લેજો, નહીં તો પાછળથી સમસ્યાઓ પેદા થઈ શકે છે. જીવનસાથી સાથે આજનો દિવસ સારો પસાર થશે.

/12

વૃશ્ચિક:
વૃશ્ચિક:

ગણેશજી કહે છે, આજે નોકરી કે વેપાર-ધંધામાં આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય બની શકે છે કે કોઈ કામ શરૂ કરવામાં વધુ સમય લેવો પડે. આ કારણે તણાવ વધી શકે છે, પરંતુ યાદ રાખજો કપરો સમય જતો રહે છે અને આ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે.

9/12

ધન:
ધન:

ગણેશજી કહે છે, આજે સવારથી જ પ્રતિકુળ દિવસ તમારા માટે રહેશે. આ સિવાય કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં કોઈ પરિવર્તન આવી શકે છે, જેના કારણે તમારો મૂડ પણ બગડી શકે છે, પરંતુ તમે ધૈર્યથી કામ લેજો. સાંજ સુધીમાં સ્થિતિઓ તમારા માટે અનુકૂળ બની જશે.

10/12

મકર:
મકર:

ગણેશજી કહે છે, આજનો દિવસ તમારા માટે એવરેજ રહેશે. વેપારમાં સ્થિતિ સુધરતી નજરે પડશે. કોઈ મોટા અધિકારીના સહયોગથી નોકરીમાં તમારી મજબૂતી વધશે. એટલે વિરોધ કરનારા અને તમારી ઈર્ષા કરનારા તમારૂ કંઈ પણ બગાડી નહીં શકે. રાતે પત્નીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

11/12

કુંભ:
કુંભ:

ગણેશજી કહે છે, આજે આરોગ્યની કાળજી લેજો. દિવસના પહેલા ભાગમાં વધુ પડતા કામ આવી પડશે. બની શકે ત્યાં સુધી મહત્વના કામો પહેલા પૂરા કરી લેવા. જેથી કોઈ નુકસાન ન વેઠવુ પડે. બપોર પછીનો સમય પડકારભર્યો રહી શકે છે. થતાં કામ અટકી જાય અને માનિસક તણાવ વધી શકે છે.

12/12

મીન:
મીન:

ગણેશજી કહે છે, આજે આવક કરતા ખર્ચ વધુ થશે. આવામાં સંતુલન જાળવી રાખજો. ધ્યાન રાખજો કે, સારો મૂડ હોવાના કારણે એવું ન બને કે બીજાની મદદ કરવામાં તમે સારા નરસાનું ભાન ભૂલી જાવ. જરૂરિયાતમંદોની જ મદદ કરજો, નહીં તો અન્ય લોકો તમારા સ્વભાવનો લાભ ઉઠાવી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.