IPL 2024માં આજે 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે યોજાયો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજની મેચ રમાઈ. એક તરફ RCBમાં વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ જેવા ધુરંધર બેટ્સમેનો છે તો બીજી તરફ LSGમાં કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ જેવા બોલરો છે. આ વચ્ચે LSG નો મયંક છવાયો છે. તેણે 2 બોલમાં RCB ના 28 કરોડ પાણીમાં ફેરવી દીધા. જોકે આ બે બોલ ફેંકનાર પ્લેયરને મેન ઓફ ધ મેચ પણ આપવામાં આવ્યો છે.
મયંક યાદવે આ સિઝનમાં પ્રવેશતાની સાથે જ તેની ફાસ્ટ બોલિંગ ને લઈ IPL માં પ્રભુત્વ જમાવ્યું છે. પોતાની પહેલી જ મેચમાં મયંકે લગભગ 156 કિમી પ્રતિ કલાકની સ્પીડથી દેશ અને દુનિયામાં પોતાના ચાહકોને આકર્ષિત કર્યા છે. આ દરમિયાન મયંક યાદવે તેની બોલિંગ અને તેના ફેવરિટ પ્લેયર વિશે ઘણા રહસ્યો જાહેર કર્યા છે.
તમને જણાવી દઈએ કે આ ફાસ્ટ બોલર આ સિઝનમાં લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. પંજાબ સામેની મેચમાં મયંકે જોની બેરસ્ટો અને શિખર ધવન જેવા દિગ્ગજોની સામે શાનદાર બોલિંગ કરી હતી. જેણે આજે RCB સામેની મેચમાં પણ ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ મેચમાં મયંક યાદવે RCBની કમર તોડી, મેક્સવેલને આઉટ કર્યા બાદ ગ્રીનને બોલ્ડ કર્યો હતો. આ સાથે જ શાનદાર બોલિંગને કારણે તેણે સમગ્ર મેચમાં દદર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.
IPL 2024માં આજે 15મા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સની મેચમાં LSG એ 182 નો ટાર્ગેટ આપ્યો હતો. RCB જ્યારે બેટિંગમાં હતી ત્યારે મયંક યાદવ 6 મી ઓવર ફેંકવા આવ્યો જેમાં ચોથા બોલે મેક્સવેલની વિકેટ લીધી હતી. જે 0 રનમાં આઉટ થયો હતો. મહત્વનું છે કે મેક્સવેલને RCB એ 11 કરોડમાં ખરીદ્યો હતો.
આ બાદ ફરી એક વાર મયંક બોલિંક કરવા આવ્યો ત્યારે તે 8મી ઓવર ફેંકી રહ્યો હતો. આ ઓવરના ચોથા બોલે મયંકએ RCB કેમરૂન ગ્રીનને આઉટ કર્યો હતો. અને પોતાની મજબૂત બોલિંગ બતાવી હતી. ગ્રીનની કિંમત 17 કરોડ છે. બંને મળી કુલ 28 કરોડના આ બંને ખેલાડી આઉટ થતાં RCB ને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે મયંકને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.