ચીન સરકારના લીક થયેલા દસ્તાવેજોએ શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો પર થયેલી કાર્યવાહી પર નવો પ્રકાશ ફેંક્યો છે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સની ખબર અનુસાર આ દસ્તાવેજોમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને અલગાવવાદ અને ચરમપંથની સામે જરા પણ દયા ન રાખવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.
માનવાધિકાર સમૂહો અને બહારના તજજ્ઞોએ કહ્યું હતું કે પશ્ચિમ વિસ્તારમાં ફેલાયેલા નજરબંધી શિબિરોમાં 10 લાખ કરતા વધારે ઉઈઘુર અને બીજા મુસ્લિમ અલ્પસંખ્યકોને રાખવામાં આવ્યા છે. આ અખબાર દ્વારા મેળવવામાં આવેલા 403 પાનાવાળા આંતરિક દસ્તાવેજ કમ્યુનિસ્ટ પાર્ટીની અત્યંત ગોપનીય વિવાદાસ્પદ કાર્યવાહી અંગેની વિગત રજૂ કરે છે જેની આંતરરાષ્ટ્રીય સમુદાય અને ખાસ કરીને અમેરિકાએ કડક ટીકા કરી છે.
દક્ષિણ પશ્ચિમ ચીનમાં અલ્પસંખ્યક ઉઈઘુર ઉગ્રવાદીઓ દ્વારા એક રેલવે સ્ટેશન પર 31 લોકોની હત્યા બાદ અધિકારીઓને આપેલા ભાષણમાં જિનપિંગે આતંકવાદ, ઘૂસણખોરી અને અલગાવવાદની સામે પૂર્ણ સંઘર્ષનું આહવાન કરીને તાનાશાહી ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારની દયા ન રાખવાનો આદેશ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.