Best Drink For Summer: ગરમીમાં તડકો અને લૂથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે. તેના માટે તમે રોજ સવારે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી સત્તુ નાંખીને પી લો. સત્તુ ગરમીમાં સૌથી ફાયદાકારક અને દેશી ડ્રિંક છે.
benefits of drinking sattu: ગરમીની સૌથી ફાયદાકારક અને દેશી ડ્રિંક છે સત્તુ. તેનાથી પેટમાં ઠંડક રહે છે અને લૂ તથા તડકાથી થતી સમસ્યાઓથી પણ બચી શકાય છે. સવારે ખાલી પેટ સત્તુ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. સત્તુ એક પ્રકારની ડિટોક્સ ડ્રિંક (benefits of drinking sattu) છે, જે શરીરને અંદરથી ક્લીન કરવાનું કામ કરે છે. બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. જાણો સવારે સત્તુ કેવી રીતે પીવું જોઇએ અને તેનાથી શરીરને કયા ફાયદા થાય છે.
સત્તુ કેવી રીતે બનાવવું અને કેવી રીતે પીવું
સવારે ખાલી પેટે અથવા નાસ્તામાં સત્તુ પી શકો છો. આ માટે 1 ગ્લાસ નોર્મલ પાણી લો અને તેમાં 1-2 ચમચી સત્તુ ઓગાળી લો. હવે તેમાં સંચળ, શેકેલા જીરાનો પાવડર, થોડું લીંબુ ઉમેરો. તેને ચમચીથી સારી રીતે મિક્સ કરી દો અને પછી તેને ડ્રિંકની જેમ પીવો. જો તમને નમકીન સત્તુ પસંદ ન હોય તો તમે તેમાં ગોળ નાંખીને પણ પી શકો છો.
ખાલી પેટે સત્તુ પીવાના ફાયદા
ગરમી અને લૂથી બચાવે
ગરમીના દિવસોમાં સવારે સત્તુ પીવાથી લૂ લાગવાનો ખતરો ઓછો થાય છે. સત્તુ કાળઝાળ ગરમીની અસરને ઘટાડવામાં પણ અસરકારક રીતે કામ કરે છે. સત્તુ પીવાથી શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી. હીટ સ્ટ્રોકથી બચવા માટે રોજ સવારે સત્તુ જરૂર પીવું જોઈએ.
શરીરને હાઇડ્રેટેડ રાખે
ઉનાળાના દિવસોમાં સત્તુ પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. તડકામાં બહાર નીકળો ત્યારે શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે, પરંતુ સત્તુથી તેને દૂર કરી શકાય છે. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે. સત્તુ સ્કિનને હાઇડ્રેટેડ રાખવામાં પણ ફાયદાકારક છે.
પાચનક્રિયાને સારી રાખે
સત્તુ પીવાથી પાચન તંત્ર પણ ઠીક રહે છે. સત્તુ ઉનાળામાં પેટમાં થતી ગરબડને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જેથી પાચન નળીઓ અંદરથી સાફ થાય છે. સત્તુ શરીરમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં પણ મદદ કરે છે.
પેટ ફૂલવાની સમસ્યા ઓછી કરે
કેટલાક લોકોને ખૂબ જ ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં ખાલી પેટ સત્તુ મળવાથી ફાયદો થઈ શકે છે. સત્તુ પીવાથી પેટમાં સોજો ઓછો થાય છે. તે ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાને પણ ઘટાડે
કબજિયાતમાં રાહત
સત્તુને પેટ માટે બેસ્ટ ડ્રિંક માનવામાં આવે છે. તેના ઉપયોગથી કબજિયાત અને હરસ-મસાની સમસ્યા દૂર થાય છે. સત્તુ પેટને સાફ કરવામાં અસરકારક રીતે કામ કરે છે. સવારે ખાલી પેટે સત્તુ પીવાથી મેટાબોલિઝમ પણ વધે છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.