Karela Sabji: કારેલાનું શાક ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ કેટલાંક લોકોને તે પસંદ નથી હોતું. તેના નામથી જ લોકો મોઢુ બગાડે છે. તમારા ઘરમાં પણ આવી જ સ્થિતિ છે તો તેની કડવાશ ભૂલીને ટ્રાય કરો આ મજેદાર કારેલાના શાકની રેસિપી.
Karela Sabji Recipe: આમ તો કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે તેમાં વિટામિન, મિનરલ્સ અને ફાયબર જેવા ગુણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ કારેલાનો સ્વાદ કડવો હોવાના કારણે લોકોને તે પસંદ નથી. મોટા હોય કે નાના દરેક લોકો કારેલાના શાકનું નામ સાંભળીને જ દૂર ભાગે છે. ચાલો જાણીએ કારેલાની કડવાશ કેવી રીતે દૂર કરવી અને સાથે જ સ્વાદિષ્ટ કારેલાનું શાક બનાવવાની રેસિપી.
કારેલાનું શાક બનાવવા માટેની સામગ્રી (Karela sabzi ingredients)
- 500 ગ્રામ કારેલા
- 3 ડુંગળી
- 2 ટામેટાં
- 2 લીલા મરચાં
- 1 નાની ચમચી લસણની આદુની પેસ્ટ
- 1 લીંબુ
- 1 નાની ચમચી તેલ
- 1/2 ચમચી હળદર પાવડર
- 1/2 નાની ચમચી જીરું
- 1/4 ચમચી કલોંજી
- 1/2 ચમચી વરિયાળી
- 1/4 ચમચી મેથીના દાણા
- ચપટી હીંગ
- 1 ચમચી ધાણાજીરુ
- 1 ચમચી લાલ મરચાંનો પાવડર
- /2 ચમચી જીરું પાવડર
- 1/2 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી શેકેલી વરિયાળીનો પાવડર
- 1/2 ચમચી આમચૂર પાવડર
- ચપટી કસુરી મેથી
- લીલા ધાણા
- સ્વાદ પ્રમાણે મીઠું
-
કારેલાનું ટેસ્ટી શાક બનાવવાની રેસિપી (How to make Karela sbzi)
સૌથી પહેલા કારેલાને ધોઇને સમારી લો. તેને નાના ગોળ મીડિય ટુકડામાં સમારો અને તેના બીજ કાઢી લો. તે બાદ તેમાં 1 મોટી ચમચી મીઠુ નાંખો. તે બાદ અડધી ચમચી હળદર નાંખો. કારેલાની કડવાશ ઓછી કરવા માટે તેમાં 1 લીંબુનો રસ નાંખીને સારી રીતે મિક્સ કરી દો. હવે તેને 15 મિનિટ માટે બાજુ પર મૂકી દો. 15 મિનિટ પછી કારેલાને નીચોવીને તેનો બધો રસ સારી રીતે કાઢી લો.
- હવે એક કડાઇમાં 4 મોટી ચમચી તેલ ગરમ કરો. પછી તેમાં કારેલાને 4થી 5 મિનિટ માટે ફ્રાય કરો. પછી તેને કાઢી લો. હવે જે તેલ બચ્યુ છે તેમાં અડધી ચમચી જીરુ, 1/4 ચમચી કલોંજી, અડધી ચમચી વરિયાળી, , 1/4 ચમચી મેથી દાણા, ચપટી હિંગ નાંખો. તે બાદ તેમાં સમારેલી ડુંગળી નાંખો. સાથે જ 2 ઝીણા સમારેલા લીલા મરચા અને 1 ચમચી આદુ-લસણની પેસ્ટ નાંખો. હવે મીડિયમ આંચ પર ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટા નાંખીને સાંતળો. તે બાદ તેમાં ફ્રાય કરેલા કારેલા નાંખો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.