DMart Share: ખાલી બચત જ નહીં ડીમાર્ટ હવે થેલા ભરીને કમાણી પણ કરાવશે, દરેક શેરે ₹1000નો નફો

DMart Share: છેલ્લા એક મહિનામાં એવન્યુ સુપરમાર્ટના (Avenue Supermarts ) શેરમાં 15 ટકાનો વધારો થયો છે. તેણે છેલ્લા 6 મહિનામાં 19 ટકા વળતર આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 9 ટકાનો વધારો થયો છે. તેણે છેલ્લા એક વર્ષમાં 25 ટકા વળતર આપ્યું છે.

નવી દિલ્હીઃ ડીમાર્ટ નામથી દેશભરમાં રિટેલ સ્ટોર્સ ચલાવતી કંપની એવન્યુ સુપરમાર્ટ (Avenue Supermart)ના શેરો પર બ્રોકરેજ ફર્મ CLSA બુલિશ છે. ત્યારે બ્રોકરેજ હાઉસ CLSAએ સ્ટોક માટે ટાર્ગેટ પ્રાઇસ વધારી દીધી છે. 2 એપ્રિલના રોજ કંપનીના શેરોમાં 1.14 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને શેર 4417.30 રૂપિયાના ભાવે બંધ થયા હતા. જણાવી દઈએ કે કંપનીની માર્કેટ કેપ 2,87,448 કરોડ રૂપિયા છે. તેમજ તેનો 52 વીક હાઈ 4590 રૂપિયા 52 વીક લો 3353.05 રૂપિયા છે. આ કંપનીના ફાઉન્ડર દિગ્ગજ રોકાણકાર રાધાકિશન દમાણી (Radhakishan Damani) છે.

જાણો DMartની ટાર્ગેટ પ્રાઇસઃ બ્રોકરેજ ફર્મ CLSAએ એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડને ‘Buy’ રેટિંગ આપ્યું છે. સાથે જ ફર્મે તેની ટાર્ગેટ પ્રાઇસ 5307થી વધારીને 5514 રૂપિયા કરી દીધી છે. આમ બ્રોકરેજ ફર્મે કંપનીના શેરોમાં લગભગ 25 ટકાની તેજીની સંભાવના વ્યક્ત કરી છે. બ્રોકરેજે 21 માર્ચે ‘Buy’ રેટિંગ આપીને કવરેજ શરુ કર્યું છે.

ગત અઠવાડિયે બ્રોકરેજ ફર્મ CLSAએ એવન્યુ સુપરમાર્કેટ્સના ઝડપી એક્સપેંશનને લઈને કંપનીની ટાર્ગેટ પ્રાઇસ 5107 રૂપિયાથી વધારીને 5307 રૂપિયા કરી દીધી હતી. જેનો અર્થ થાય કે બ્રોકરેજે એક જ અઠવાડિયામાં બીજી વખત કંપનીની ટાર્ગેટ પ્રાઇસ વધારી છે.

જાણો DMart પર બ્રોકરેજ ફર્મનું વલણઃ જ્યારથી CLSAએ એવન્યુ સુપરમાર્ટ્સનું કવરેજ શરુ કર્યું છે, ત્યારથી સ્ટોકમાં 7 ટકાથી વધુ તેજી નોંધાઈ છે. ગત 6 મહિનામાં સ્ટોકમાં 20 ટકાનો વધારો નોંધાયો હતો. સુપરમાર્કેટ ચેન DMartનો ક્વાર્ટરલી સ્ટોરનો વધારો તેના ઓલ ટાઈમ હાઈ પર છે. CLSAએ કહ્યું છે કે, ડી-માર્ટ ઓપરેટરે માર્ચ ક્વાર્ટરમાં 21 સ્ટોર્સ વધાર્યા છે. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, 31 માર્ચ સુધીમાં સ્ટોર્સની કુલ સંખ્યા 365 હતી.

બ્રોકરેજે કહ્યું કે, સ્ટોર વધારવાની ગતિમાં વધારો થવાથી રોકાણકારોની કેટલીક ચિંતાઓ ઘટાડવામાં મદદ મળશે. આ ઉપરાંત પ્રોડક્ટ મિક્સમાં વધારો થશે અને ગ્રોસ માર્જિનમાં સુધારો થશે. બ્રોકરેજ ફર્મ CLSAએ જણાવ્યું કે, રોકાણકારોનું ફોકસ ક્વાર્ટરલી સેલિંગ આંકડાઓ પર રહી શકે છે.

DMartના શેરોનું પ્રદર્શન અને રિટર્નઃ એવન્યુ સુપરમાર્ટ્સના શેરોમાં ગત એક મહિનામાં 15 ટકા તેજી નોંધાઈ હતી. તેમજ કંપનીના શેરોએ ગત 6 મહિનામાં 19 ટકા રિટર્ન આપ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરોમાં 9 ટકા તેજી આવી ચુકી છે. એવન્યુ સુપરમાર્ટ્સના શેરોએ છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 25 ટકા રિટર્ન આપ્યું છે. તેમજ ગત 4 વર્ષોમાં તેના રોકાણકારોને 130 ટકા ફાયદો થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.