Election 2024: પરશોત્તમ રૂપાલાને આ ભૂલ ભારે પડી! કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ, જાણો કોણે કરી?

Loksabha Election 2024: રૂપાલાએ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટીપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ગુજરાત ભરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. ત્યારે ગોંડલની કોર્ટમાં પરષોતમ રૂપાલા સામે કલમ 499,500 મુજબ ફરિયાદ થવા પામી છે.

Loksabha Election 2024: રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરષોતમ રૂપાલાએ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટીપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ગુજરાત ભરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. ત્યારે ગોંડલની કોર્ટમાં પરષોતમ રૂપાલા સામે કલમ 499,500 મુજબ ફરિયાદ થવા પામી છે.

ગોંડલનાં ચોરડી રહેતા હર્ષદસિહ ઘનશ્યામસિહ ઝાલાએ કોર્ટમાં પરષોતમ રુપાલા સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે સતાની લાલસામાં રુખી સમાજમાં મત મેળવવા, ક્ષત્રીય સમાજને નીચો બતાવવા રાજા રજવાડાઓને હલકા ચીતરી હીનકક્ષાનો વાણી વિલાસ કર્યો હોય જેનો વિડિયો વાયરલ થતા ક્ષત્રિય સમાજની આબરુને ઠેસ પહોંચીછે. આ રીતે ક્ષત્રિય સમાજની બદનક્ષી થઈ હોય પરષોતમ રૂપાલા સામે કાર્યવાહી કરવા જણાવાયું હતું.

કડવા અને લેઉવા પાટીદારોની સંયુક્ત બેઠકનું આયોજન
બીજી બાજુ ભાજપ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી હવે આગામી દિવસોમાં રાજકોટથી ફેલાયેલી આગ દેશભરમાં ફેલાય તો નવાઈ નહીં. આ આગને કોણ પેટ્રોલ છાંટી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. દિલ્હી હાઈકમાન્ડની ચૂપકીદી પણ હવે ગુજરાતમાં ચર્ચામાં આવી છે.

રૂપાલાને હટાવવાની માગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. કોઈપણ કિંમતે રૂપાલાને માફ કરવા ક્ષત્રિયો તૈયાર નથી. ત્યારે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદારો આવ્યા છે. આ માટે રાજકોટમાં આજે સાંજે પાટીદારોની ચિંતન બેઠક યોજાવાની છે. કડવા અને લેઉવા પાટીદારોની સંયુક્ત બેઠકનું આયોજન કરાયું છે. પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ છે. માફી માગવા છતાં ક્ષત્રિયોના વિરોધથી પાટીદારો નારાજ થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.