IMD Weather Forecast: શિયાળાની વિદાય સાથે જ દેશના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી જોવા મળી છે. હીટવેવથી લોકો હેરાન પરેશાન છે. જો કે ભારતીય હવામાન વિભાગ (IMD)એ એક સારા સમાચાર આપ્યા છે
.
IMD Weather Forecast: શિયાળાની વિદાય સાથે જ દેશના મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી જોવા મળી છે. હીટવેવથી લોકો હેરાન પરેશાન છે. જો કે ભારતીય હવામાન વિભાગ (IMD)એ એક સારા સમાચાર આપ્યા છે. આ સમાચારથી જગતના તાતને તો ખુબ જ રાહત મળી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ વરસાદ પડી શકે છે. કારણ કે અલ નીનોનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. જેથી કરીને ચોમાસા માટે સારા માહોલનો સંકેત મળી રહ્યો છે.
હવામાન ખાતાના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ આ જાણકારી આપી. તેમણે મધ્ય પ્રશાંત મહાસાગરના ગરમ થવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે અત્યાર સુધી જે સંકેત મળ્યા છે તેનાથી જાણવા મળે છે કે અલ નીનો ઓછું થઈ રહ્યું છે. જૂનની શરૂઆત સુધીમાં તેનો પ્રભાવ ઘટી જશે. ત્યારબાદ તટસ્થ સ્થિતિ બની શકે છે. આ જળવાયુ ઘટના દક્ષિણ પશ્ચિમ મોનસુન માટે અનુકૂળ છે.
અત્રે જણાવવાનું કે ભારતના કૃષિ ક્ષેત્ર માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખુબ મહત્વનું છે. જે દેશમાં લગભગ 70 ટકા વાર્ષિક વર્ષાની આપૂર્તિ કરે છે. દેશના કૃષિ ક્ષેત્રનું જીડીપીમાં યોગદાન લગભગ 14 ટકા છે અને અંદાજે 1.4 અબજ વસ્તીમાંથી અડધા વધુને રોજગાર આપે છે. વરસાદ ઓછો પડે તો દેશની અર્થવ્યવસ્થા પર તેની બહોળી અસર પડે છે. ખેડૂતો માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે.
આઈએમડી પ્રમુખ મહાપાત્રએ જણાવ્યું કે આ વર્ષ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે લા નીનાની સ્થિતિ જોવા મળી રહી છે. જેનું મધ્ય પ્રશાંત મહાસાગરને ઠંડુ કરવામાં યોગદાન છે. તેમણે કહ્યું કે ભારતીય ચોમાસા માટે લા નીના સારું છે અને આ વખતે તટસ્થ સ્થિતિઓ સારી છે. ગત વર્ષ અલ નીનોના કારણે ભારતીય ચોમાસાના 60 ટકા ક્ષેત્ર પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. પરંતુ આ વર્ષે આ સ્થિતિ જોવા મળશે નહીં. યુરેશિયામાં આ વર્ષે પણ ઓછી બરફવર્ષાનું આવરણ છે જે મોટા પાયા પર ચોમાસા માટે અનુકૂળ છે.
ગત વર્ષે ઓછો પડ્યો હતો વરસાદ
રિપોર્ટ મુજબ ભારતમાં 2023માં ચોમાસાની સીઝનમાં 868.6 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે મજબૂત અલ નીનોને જવાબદાર ઠેરવ્યું હતું. આ મહિનાના અંત સુધીમાં આઈએમડી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગાહી બહાર પાડશે જે એક નવા સંકેત વિશે જાણકારી આપવાની સ્થિતિ બની શકે છે.
આગાહી 3 ઘટનાઓ પર આધારિત
– અલ નીનોની સ્થિતિ
– હિન્દ મહાસાગર ડિપોલમાં તાપમાન
– ઉત્તરી હિમાલય અને યુરેશિયન ભૂભાગ પર બરફનું આવ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.