વિવેક, શ્રેયસ અને હવે ઉમા…. US જવા માગતા વિદ્યાર્થીઓ આ આંકડા જોઈ લો, 3 મહિનામાં 10 મૃતદેહો મળ્યા

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે અહીં ઓહાયો સ્ટેટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. 2024 ની શરૂઆતથી છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય અથવા ભારતીય મૂળના વિદ્યાર્થીનું આ 10મું મૃત્યુ હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અવારનવાર વિદ્યાર્થીઓના મોતની ઘટનાઓ ભારે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા થોડા મહિનાઓમાં સતત બની રહેલી આવી ઘટનાઓથી વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતાપિતાઓ માટે પણ આ એક ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં જ અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક ભારતીય વિદ્યાર્થીનીનું મોત થયું છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2024ની શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં છેલ્લા 3 મહિનામાં ભારતીય અથવા ભારતીય મૂળના કુલ 10 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. આ આંકડો એક નવી ચિંતા ઊભી કરનારો છે. પોલીસ હાલ આ કેસમાં સંબંધિત તપાસ કરી રહી છે.

દૂતાવાસે આપી જાણકારી

આ માહિતી આપતાં શુક્રવારે ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘ઓહાયોના ક્લેવલેન્ડમાં એક ભારતીય વિદ્યાર્થી શ્રી ઉમા સત્ય સાંઈ ગડ્ડેના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખ થયું.’

પોસ્ટમાં જણાવ્યું છે કે, પોલીસ તપાસ ચાલું છે અને લાશને ભારત મોકલવા માટેની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. દૂતાવાસે કહ્યું કે, તે ભારતમાં પરીવાર સાથે સંપર્કમાં છે. પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે, ‘શ્રી ઉમા ગડ્ડેના પાર્થિવ શરીરને વહેલી તકેભારત પહોંચાડવા માટે શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.’

ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો

તાજેતરના અઠવાડિયામાં અમેરિકામાં ભારતીય અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃત્યુની ઘટનાઓ સતત વધી રહી છે. જેના પગલે ભારત અને ભારતીય અમેરિકન સમુદાયમાં ચિંતા વધી રહી છે. આ પહેલા અમેરિકાના જ્યોર્જિયામાં 25 વર્ષના વિવેક સૈનીની ડ્રગ એડિક્ટ દ્વારા હત્યા કરવામાં આવી હતી. જ્યારે 19 વર્ષીય શ્રેયસ રેડ્ડી બેનિગર ઓહાયોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. શ્રેયસ ઓહાયોમાં લિન્ડનર સ્કૂલ ઓફ બિઝનેસનો સ્ટુડેન્ટ હતો.

આ સિવાય નીલ આચાર્ય પર્ડ્યુ યુનિવર્સિટી કેમ્પસમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. નીલ આચાર્યની માતાએ તેના ગુમ થયાની જાણ કરી હતી, જેના થોડા દિવસો પછી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ભારતીય અમેરિકન મૂળના અકુલ ધવનનો મૃતદેહ ઇલિનોઇસ યુનિવર્સિટીની બહારથી મળી આવ્યો હતો. ભારતીય અમેરિકન સ્ટુડન્ટ સમીર કામથનો મૃતદેહ નેચર પ્રીઝર્વમાંથી મળી આવ્યો હતો. કામથ પર્ડ્યુ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.