Heart Attack: હાર્ટ એટેકના શરૂઆતથી સંકેતને જો સમજી લેવામાં આવે તો જીવ બચી જાય છે. તાજેતરમાં જ થયેલી એક રિસર્ચમાં એવા 7 લક્ષણો વિશે જણાવ્યું છે જે શરીરમાં લગભગ એક મહિના પહેલાથી જોવા મળે છે.
Heart Attack:હાર્ટ એટેક એક જીવલેણ મેડિકલ કન્ડિશન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દર વર્ષે દુનિયાભરમાં 17.9 મિલિયન લોકો કાર્ડ્યોવેસ્ક્યુલર ડિસીઝના કારણે મોતને ભેટે છે. જેમાં પાંચમાંથી ચારના મોત હાર્ટ અટેકના કારણે થયા હોય છે.
મોટાભાગના લોકો એવું માને છે કે હાર્ટ એટેક અચાનક આવે છે. પરંતુ વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. હાર્ટ એટેક આવવાનો હોય તેના એક મહિના પહેલાથી શરીરમાં કેટલાક ફેરફાર થવા લાગે છે. એટલે કે શરીરમાં કેટલીક પ્રોસેસ થાય છે. હાર્ટ એટેકના શરૂઆતથી સંકેતને જો સમજી લેવામાં આવે તો જીવ બચી જાય છે. તાજેતરમાં જ થયેલી એક રિસર્ચમાં એવા 7 લક્ષણો વિશે જણાવ્યું છે જે શરીરમાં લગભગ એક મહિના પહેલાથી જોવા મળે છે.
આ રિસર્ચમાં જે લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી 41% લોકોને એક મહિના પહેલાથી જ શરીરમાં કેટલાક લક્ષણો અનુભવાતા હતા. ત્યાર પછી તેમને હાર્ટ એટેકની સારવાર કરાવવાની જરૂર પડી.
હાર્ટ અટેકના શરૂઆતી લક્ષણો
છાતીમાં દુખાવો
છાતીમાં ભારેપણું
ધબકારા વધી જવા
શ્વાસ લેવામાં સમસ્યા
છાતીમાં બળતરા
થાક
ઊંઘ સંબંધિત સમસ્યા
પુરુષોની સરખામણીમાં મહિલાઓને હાર્ટ અટેક પહેલા આ લક્ષણ વધારે જોવા મળે છે. 50 ટકા મહિલાઓને હાર્ટ એટેક આવતા પહેલા ઊંઘ સંબંધિત સમસ્યા થાય છે. છાતીમાં દુખાવો હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે જે પુરુષોમાં અને મહિલાઓમાં સમાન રીતે જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.