Jio, Airtel અને Vi યૂઝર્સ ધ્યાન આપો! ફાલતુ Call અને SMS થી હંમેશા મળશે છુટકારો, બસ કરો આ કામ

ડૂ નોટ ડિસ્ટર્બ દ્વારા પ્રમોશનલ મેસેજ બ્લોક કરો. એરટેલ, જિયો, વીઆઈ યૂઝર્સને સેટિંગ્સમાં જઈને DND એક્ટિવેટ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. TRAI ના નિર્દેશો છતાં સમસ્યાનો હલ આવ્યો નથી.

નવી દિલ્હીઃ ફોન પર દરરોત ફાલતુના પ્રમોશન બેન્ક, રિયલ એસ્ટેટ, ફાઈનાન્શિયલ અને એજ્યુકેશન મેસેજ અને કોલ આવતા રહે છે, જેનાથી યૂઝર્સને ખુબ સમસ્યા થાય છે. ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે  TRAI તરફથી ઘણા પગલા ભરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ મજબૂત સમાધાન શોધી શકાયું નથી. તેવામાં અમે તમને ડૂ નોટ ડિસ્ટર્બનો ઓપ્શન જણાવી રહ્યાં છીએ, જેનાથી દરેક પ્રકારના પ્રમોશનલ મેસેજથી છુટકારો મળી શકે છે, જેમાં એરટેલ, જિયો અને વીઆઈ યૂઝર્સે ધ્યાન આપવું જોઈએ.

1. તમારા ફોનની ડિફોલ્ટ મેસેજિંગ એપ ઓપન કરો.
2. ત્યારબાદ એક નવો મેસેજ ક્રિએટ કરો અને કેપિટલ લેટરમાં FULLY BLOCK ટાઈપ કરો.
3.ત્યારબાદ તેને ટોલ-ફ્રી નંબર 1909 પર મોકલી આપો.

 

તમે જો અલગ-અલગ કેટેગરીના મેસેજને બ્લોક કરવા ઈચ્છો છો તો તે માટે અલગ કોર્ડ દાખલ કરવા પડશે. 

FULLY BLOCK આ બધા પ્રકારના મેસેજ અને કોલને બ્લોક કરવાની રીત છે.
– BLOCK 1 – બેન્કિંગ, ફાઈનાન્સ, ક્રેડિટ કાર્ડ
– BLOCK 2 – રિયલ એસ્ટેટ
– BLOCK 3 – એજ્યુકેશન રિલેટેડ સ્પેમ
– BLOCK 4 – હેલ્થ
– BLOCK 5 –  કંઝ્યુમર ગુડ્સ, ઓટોમોબાઇલ, એન્ટરટેઈનમેન્ટ, આઈટી
– BLOCK 6 – કમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગ
– BLOCK 7 – ટૂરિઝ્મ
– BLOCK 8 – ફૂડ

આ કોડને તમારે 1909 પર મોકલવો પડશે. તમે ઈચ્છો તો તમારા સર્વિસ પ્રોવાઇડરની મદદથી ડીએનડી એક્ટિવેટ કરી શકો છો.

Jio યૂઝર્સ
1. MyJio એપ ઓપન કરો.
2 મેન્યૂ પર ટેપ કરો.
3. ત્યારબાદ પ્રોફાઇલ અને અન્ય સેટિંગ પર ટેપ કરો.
4. Do Not Distrub બટન પર ક્લિક કરો.
5. ત્યારબાદ ‘Set Preference’ પર ટેબ કરો. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.

એરટેલ યૂઝર્સ
1. Airtel Thanks એપ ઓપન કરો.
2. ‘More’ ઓપ્શન પર ટેપ કરો.
3. પછી Manage Services સિલેક્ટ કરો.
4. એક્ટિવેટ અને ડીએક્ટિવેટ DND પર ટેપ કરો.
5. ત્યારબાદ સ્પેમની કેટેગરી સિલેક્ટ કરો અને પછી સબમિટ કરો.

Vi યૂઝર્સ
1. Vi એપ ઓપન કરો.

. My Account પર ટેપ કરો.
3. ત્યારબાદ ‘More Services’પર ટેપ કરો.
4. પછી ‘Do Not Disturb (DND) સિલેક્ટ કરો.
5. પછી પ્રિફરન્સ અને એક્ટિવેટ સિલેક્ટ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.