વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યા છે કે, સરકારી કંપનીઓ એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL)નું વિનિવેશ ટૂંક સમયમાં શરૂ કરશે. એર ઈન્ડિયાની હાલત તો પસ્ત છે એટલે તેમાં સરકારને કોઈ ખાસ ફાયદો નહીં થાય. પણ નફામાં ચાલી રહેલી ભારત પેટ્રોલિયનો ભાગ વેચીને સરકારને લગભગ 60 હજાર કરોડ રૂપિયાની મસમોટી રકમ મળી શકે છે.
વિત્ત મંત્રીએ શનિવારે કહ્યું કે, બંને કંપનીઓનું વિનિવેશ માર્ચ 2020 સુધીમાં પૂરું કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ વિત્ત વર્ષમાં વિનિવેશથી 1.05 લાખ કરોડ રૂપિયા હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. તો બીપીસીએલની ભાગેદારી વેચવાથી તેના એકલાથી આ લક્ષ્યનો લગભગ 60 ટકા હિસ્સો સરકાર હાંસલ કરી શકશે.
બીજી તરફ, એર ઈન્ડિયાની હાલત ખરાબ છે અને તેને કોઈ ખરીદદાર મળી રહ્યા નથી. તેમાં સરકારની 100 ટકા ભાગેદારી છે. અને સરકાર કોઈપણ પ્રકારે તેનો ખરીદદાર હાંસલ કરી તેમાં પોતાની ભાગેદારી વેચવા ઈચ્છે છે. સરકારે ગત વર્ષે પણ એર ઈન્ડિયાની ભાગેદારી વેચવાનો પ્રયાસ કર્યો હતો. પણ ખરીદદાર ન મળવાને કારણે આ પ્રોસેસને ટાળવામાં આવી હતી. એર ઈન્ડિયા પર લગભગ 58 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.