ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

પોરબંદર દરિયાઈ જળ સીમામાંથી ઝડપાયેલા 176 કિલો ડ્રગ્સ કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે

ગુજરાતના દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સ મળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદર દરિયાઈ જળ સીમામાંથી ઝડપાયેલા 176 કિલો ડ્રગ્સ કેસમાં મહત્વની અપડેટ સામે આવી છે. વધુ 3 આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.

આ કેસમાં વધુ 3 આરોપી કરી ધરપકડ

આરોપી અલી અસ્ગર, કૈલાશ સનપ અને દત્તા અંધાલ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. પાપ્ત વિગતો મુજબ તપાસમાં ખુલાસો થયો છે કે, મુખ્ય આરોપી અલી અસ્ગર અને કૈલાશ સનપ દુબઈ જઈને આ ડ્રગ્સ સપ્લાય કરવાનું પ્લાનિંગ કર્યું હતું. દુબઈનાં સૌમાલી કેન્ટીનમાં ડ્રગ્સ ભારતમાં લાવવા માટેનો સોદ્દો નક્કી થયો હતો. તેમજ આરોપી કૈલાશ અને ડ્રગ્સ માફિયા ફિદાની સાથે ડ્રગ્સને લઈને એક બેઠક પણ થઈ હતી. પાકિસ્તાનથી ડ્રગ્સ લાવીને એક વ્યક્તિ ડ્રગ્સ પહોંચાડવા માટે વર્ચ્યુલ નંબર પણ આપ્યો હતો.

1 કિલો ડ્રગ્સના 97 હજાર ભાવ નક્કી થયા હતાં

અત્રે જણાવીએ કે, 1 કિલો ડ્રગ્સના 97 હજાર ડિલિવરી સાથે ભાવ નક્કી થયો હતો. જે તમામ નક્કી કરીને આરોપી કૈલાશ દુબઈ બેઠક કરી એક સેટેલાઇટ ફોન લઈને આવ્યો હતો. દરિયાઈ જળ સીમામાંથી બોટ લઈ જવા માટે કોઈ ભાડે બોટ આપવા તૈયાર ન હતું બાદમાં આરોપી કૈલાશે સલાયાથી બોટ હાયર કરી હતી. બોટ ચલાવનાર ટંડેલ, બોટનું મેન્ટ્સન કરનારા એક વ્યક્તિ, એક હેન્ડિકેપ વ્યક્તિ સહિત બે આરોપી બોટમાં સવાર હતાં. બોટમાં આરોપી મંગેશ અને હરિદાસ પણ હતાં.

ડ્રગ્સ બોટમાં અપહરણ થયું હતું

ડ્રગ્સ લેવા જળ સીમા જતા જ બે આરોપીએ બોટ ચલાવનાર સિવાય બોટમાં રહેલા અન્ય બે લોકોના હાથ પગ બાંધી અપહરણ કરી લીધું હતું. બાદમાં બોટ લઈને ડ્રગ્સ લેવા નીકળેલા આરોપી સાથે પુનાના કૈલાશ સાથે સેટેલાઇટ ફોનથી સંપર્ક કર્યો હતો. બોટમાં રહેલા આરોપી દત્તા અંધાલે દ્વારા પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે સેટેલાઇટ ફોનથી વાતચીત કરી હતી તો બીજી બાજુ મુખ્ય આરોપી કૈલાસ બોટમાં રહેલ દત્તા સાથે સેટેલાઇટ ફોન વાતચીત કરી કોર્ડીનેટ કરતા રહ્યો અને આમ બોટ લઈને નશાનો સામાન લઈ પહોંચ્યા હતાં.[30/04, 5:53 pm] Yogesh Bhai Jadvani: પોરબંદર દરિયાઈ જળ સીમામાંથી ઝડપાયેલા 176 કિલો ડ્રગ્સ કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે
ગુજરાતના દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સ મળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદર દરિયાઈ જળ સીમામાંથી ઝડપાયેલા 176 કિલો ડ્રગ્સ કેસમાં મહત્વની અપડેટ સામે આવી છે. વધુ 3 આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.
આ કેસમાં વધુ 3 આરોપી કરી ધરપકડ
આરોપી અલી અસ્ગર, કૈલાશ સનપ અને દત્તા અંધાલ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. પાપ્ત વિગતો મુજબ તપાસમાં ખુલાસો થયો છે કે, મુખ્ય આરોપી અલી અસ્ગર અને કૈલાશ સનપ દુબઈ જઈને આ ડ્રગ્સ સપ્લાય કરવાનું પ્લાનિંગ કર્યું હતું. દુબઈનાં સૌમાલી કેન્ટીનમાં ડ્રગ્સ ભારતમાં લાવવા માટેનો સોદ્દો નક્કી થયો હતો. તેમજ આરોપી કૈલાશ અને ડ્રગ્સ માફિયા ફિદાની સાથે ડ્રગ્સને લઈને એક બેઠક પણ થઈ હતી. પાકિસ્તાનથી ડ્રગ્સ લાવીને એક વ્યક્તિ ડ્રગ્સ પહોંચાડવા માટે વર્ચ્યુલ નંબર પણ આપ્યો હતો.
1 કિલો ડ્રગ્સના 97 હજાર ભાવ નક્કી થયા હતાં
અત્રે જણાવીએ કે, 1 કિલો ડ્રગ્સના 97 હજાર ડિલિવરી સાથે ભાવ નક્કી થયો હતો. જે તમામ નક્કી કરીને આરોપી કૈલાશ દુબઈ બેઠક કરી એક સેટેલાઇટ ફોન લઈને આવ્યો હતો. દરિયાઈ જળ સીમામાંથી બોટ લઈ જવા માટે કોઈ ભાડે બોટ આપવા તૈયાર ન હતું બાદમાં આરોપી કૈલાશે સલાયાથી બોટ હાયર કરી હતી. બોટ ચલાવનાર ટંડેલ, બોટનું મેન્ટ્સન કરનારા એક વ્યક્તિ, એક હેન્ડિકેપ વ્યક્તિ સહિત બે આરોપી બોટમાં સવાર હતાં. બોટમાં આરોપી મંગેશ અને હરિદાસ પણ હતાં.
ડ્રગ્સ બોટમાં અપહરણ થયું હતું
ડ્રગ્સ લેવા જળ સીમા જતા જ બે આરોપીએ બોટ ચલાવનાર સિવાય બોટમાં રહેલા અન્ય બે લોકોના હાથ પગ બાંધી અપહરણ કરી લીધું હતું. બાદમાં બોટ લઈને ડ્રગ્સ લેવા નીકળેલા આરોપી સાથે પુનાના કૈલાશ સાથે સેટેલાઇટ ફોનથી સંપર્ક કર્યો હતો. બોટમાં રહેલા આરોપી દત્તા અંધાલે દ્વારા પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે સેટેલાઇટ ફોનથી વાતચીત કરી હતી તો બીજી બાજુ મુખ્ય આરોપી કૈલાસ બોટમાં રહેલ દત્તા સાથે સેટેલાઇટ ફોન વાતચીત કરી કોર્ડીનેટ કરતા રહ્યો અને આમ બોટ લઈને નશાનો સામાન લઈ પહોંચ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.