ગુજરાત સ્થાપના દિવસઃ64 વર્ષમાં એવા પરચમ લહેરાવ્યા કે ગુજરાત બન્યું Model, દેશનું સુકાન પણ ગુજરાતીઓના હાથમાં

ગૌરવવંતા ગુજરાતનો આજે 64મો સ્થાપના દિવસ…. મુંબઈથી અલગ થયા બાદ પહેલી મે 1960માં થઈ હતી સ્થાપના… અલગ રાજ્ય માટે અનેક મહાપુરુષોએ 4 વર્ષ સુધી ચલાવી હતી મહાગુજરાતની ચળવળ

 

આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે. આ 64 વર્ષમાં ગુજરાતે અનેક ચડતી પડતીઓ જોઈ છે. અને પોતાની મહેનતથી ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. પહેલી મે, 1960 ના રોજ દ્વિભાષી મુંબઈમાંથી આપણું ગુજરાત અલગ થયું હતું. આપણને અલગ ગુજરાત મળ્યું એનાં ચાર વર્ષ સુધી ઈન્દુલાલ યાજ્ઞિક જેવા અનેક મહાપુરુષોએ અલગ ગુજરાત માટે લડત ચલાવી હતી. ત્યારે છેક આપણને અલગ ગુજરાત મળ્યું. અલગ રાજ્યની રચના પછી અનેક દુષ્કાળ જોયા, મોરબીની મચ્છુ હોનારત જોઈ, કચ્છનો ભૂકંપ જોયો અને તોફાનો પણ જોયાં.  પરંતુ ગુજરાતીઓના બુલંદ ઈરાદા સામે ગુજરાત અડગ રહ્યું. આપણું ગુજરાત સતત આગળ વધતું રહ્યું અને હવે મોડલ સ્ટેટ તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહીં હવે તો દેશનું સુકાન પણ ગુજરાતીઓના હાથમાં છે ત્યારે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ લોકસભા ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌ ગુજરાતીઓને ઝી 24 કલાક તરફથી ગુજરાતના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે જ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગુજરાતના નાગરિકોને આ દિવ્ય દિવસની શુભકામનાઓ પાઠવી છેગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ….!!!

 

 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભકામનાઓ

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના. ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું. ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ છે, અહીં સંતો-સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય છે, ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે. આવો, આપણે સૌ ગુજરાતીઓ સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે તથા સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એ જ અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત.

ગૌરવવંતા ગુજરાતનો આજે 64મો સ્થાપના દિવસ…. મુંબઈથી અલગ થયા બાદ પહેલી મે 1960માં થઈ હતી સ્થાપના… અલગ રાજ્ય માટે અનેક મહાપુરુષોએ 4 વર્ષ સુધી ચલાવી હતી મહાગુજરાતની ચળવળ

આજે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ છે. આ 64 વર્ષમાં ગુજરાતે અનેક ચડતી પડતીઓ જોઈ છે. અને પોતાની મહેનતથી ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. પહેલી મે, 1960 ના રોજ દ્વિભાષી મુંબઈમાંથી આપણું ગુજરાત અલગ થયું હતું. આપણને અલગ ગુજરાત મળ્યું એનાં ચાર વર્ષ સુધી ઈન્દુલાલ યાજ્ઞિક જેવા અનેક મહાપુરુષોએ અલગ ગુજરાત માટે લડત ચલાવી હતી. ત્યારે છેક આપણને અલગ ગુજરાત મળ્યું. અલગ રાજ્યની રચના પછી અનેક દુષ્કાળ જોયા, મોરબીની મચ્છુ હોનારત જોઈ, કચ્છનો ભૂકંપ જોયો અને તોફાનો પણ જોયાં. પરંતુ ગુજરાતીઓના બુલંદ ઈરાદા સામે ગુજરાત અડગ રહ્યું. આપણું ગુજરાત સતત આગળ વધતું રહ્યું અને હવે મોડલ સ્ટેટ તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહીં હવે તો દેશનું સુકાન પણ ગુજરાતીઓના હાથમાં છે ત્યારે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ લોકસભા ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌ ગુજરાતીઓને ઝી 24 કલાક તરફથી ગુજરાતના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે જ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ગુજરાતના નાગરિકોને આ દિવ્ય દિવસની શુભકામનાઓ પાઠવી છે.
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આ પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું. ગુજરાત ઉદ્યોગ-સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસના મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે તેવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ….!!!

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભકામનાઓ
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની સૌ ગુજરાતીઓને હાર્દિક શુભકામના. ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું. ગુજરાતની પુણ્યધરા પર દૈવી તત્વના આશિષ છે, અહીં સંતો-સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિની મહેર છે, શૂરવીરોનું શૌર્ય છે, ઉદ્યમશીલતાના વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે. આવો, આપણે સૌ ગુજરાતીઓ સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે તથા સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એ જ અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.