ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે મોરબી-માળીયાના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kanti Amrutiya) અને મોરબી-કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા (Vinod Chavda)એ મોરબી સતવારા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન જાહેર મંચ પર જ એક આગેવાને ધારાસભ્યને કહી દીધું કે ‘તમે 2 વર્ષથી ધક્કા ખવડાવો છો, હવે આશા રાખીએ ધક્કા ન ખવડાવો અને કામ કરો’ આ દરમિયાન ધારાસભ્ય કાંતિલાલે તેમના હાથમાંથી માઈક ખેંચી લીધું હતું.
વિકાસનો મુદ્દો ધાર્મિક કાર્યક્રમમાં ગુંજ્યો
મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પર જ મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આગેવાનોએ સીધા સવાલો કર્યા હતા. સતવારા સમાજના આગેવાનોએ જાહેર મંચ પર ધારાસભ્યની સમક્ષ લાઈટ કનેક્શન, ભૂગર્ભ ગટરના કામે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વહેલી તકે કામ કરાવી આપજો તેવી અપીલ કરી હતી.
જાહેર મંચ પરથી MLAને પૂછ્યા સવાલો
જેના પર કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, કામ હાલ ચાલું જ છે, ભૂગર્ભ ગટર-પાણીની લાઈનનું કામ ચાલું છે, જેટલી વાળી બાકી હોય એની યાદી આપજો એટલે થઈ જશે. જો તમને નબળું કામ થાય તો બંધ કરાવી કરાવી દેજો. સાથે જ તેઓએ કહ્યું હતું કે કોઈપણ કામ હોય તો મારે ઘરે આવી શકો છો, વાડી-વિસ્તારના જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ આપણે કરીશું.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેથી ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ધાર્મિક, સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે મોરબી-માળીયાના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kanti Amrutiya) અને મોરબી-કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા (Vinod Chavda)એ મોરબી સતવારા સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન જાહેર મંચ પર જ એક આગેવાને ધારાસભ્યને કહી દીધું કે ‘તમે 2 વર્ષથી ધક્કા ખવડાવો છો, હવે આશા રાખીએ ધક્કા ન ખવડાવો અને કામ કરો’ આ દરમિયાન ધારાસભ્ય કાંતિલાલે તેમના હાથમાંથી માઈક ખેંચી લીધું હતુ. વિકાસનો મુદ્દો ધાર્મિક કાર્યક્રમમાં ગુંજ્યો
મોરબીમાં સતવારા સમાજ દ્વારા શક્તિધામ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પર જ મોરબીમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આગેવાનોએ સીધા સવાલો કર્યા હતા. સતવારા સમાજના આગેવાનોએ જાહેર મંચ પર ધારાસભ્યની સમક્ષ લાઈટ કનેક્શન, ભૂગર્ભ ગટરના કામે સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને વહેલી તકે કામ કરાવી આપજો તેવી અપીલ કરી હતી.
જાહેર મંચ પરથી MLAને પૂછ્યા સવાલો
જેના પર કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, કામ હાલ ચાલું જ છે, ભૂગર્ભ ગટર-પાણીની લાઈનનું કામ ચાલું છે, જેટલી વાળી બાકી હોય એની યાદી આપજો એટલે થઈ જશે. જો તમને નબળું કામ થાય તો બંધ કરાવી કરાવી દેજો. સાથે જ તેઓએ કહ્યું હતું કે કોઈપણ કામ હોય તો મારે ઘરે આવી શકો છો, વાડી-વિસ્તારના જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ આપણે કરીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.