હવામાન સમાચાર: ગુજરાતમાં છેલ્લાં 48 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. એમાંય ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં અનરાધાર વરસેલા વરસાદે સ્થિતિ વિકટ બનાવી છે.
જાણો આજે ક્યાં કરાઈ છે ભારેથી અતિભારે વરસાદની આગાહી? આજે ક્યાં અપાયું છે રેડ અલર્ટ?
આજે પણ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા
દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો માટે રેડ અલર્ટ
- સુરત, વલસાડ, નવસારી માટે રેડ અલર્ટ જાહેર
દમણ-દાદરાનગર હવેલીમાં પણ પડશે અતિભારે વરસાદ
આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી
પંચમહાલ, દાહોદ, ડાંગ અને તાપી માટે ઓરેન્જ અલર્ટ.
ભારે વરસાદના પગલે CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં
પ્રભારી મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
વરસાદ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવા આદેશ
પ્રભાવિત વિસ્તારમાં પહોંચી સમીક્ષા કરવા આપી સૂચના
રાહત બચાવ અને જરૂરી પગલાં લેવા પણ કર્યો આદેશ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સાઉથમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ ચાલુ રહેશે. આજે પણ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરત, વલસાડ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને આધારે આ જિલ્લાઓમાં આજે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ-દાદરાનગર હવેલીમાં પણ પડશે અતિભારે વરસાદ. આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ રાજ્યના પંચમહાલ, દાહોદ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહીને પગલે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં અનરાધાર વરસી રહેલાં વરસાદે હવે બધુ જ જળ તરબોળ કરી દીધું છે. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. દેવભૂમિ દ્વારકા હોય કે પછી સંસ્કાર નગરી વડોદરા ચોમેર મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. સૌથી વધારે વરસાદની અસર હાલ ગુજરાતના સાઉથ ઝોનમાં જોવા મળી રહી છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેપિટલ ગણાતા સુરતમાં સતત વરસી રહેલાં ભારેથી અતિભારે વરસાદે સ્થિતિ વિકટ બનાવી દીધી છે. ભારે વરસાદને કારણે સુરતના કેટલાંય વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરત જ નહીં, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સંખ્યા બંધ લોકોનું સ્થળાંતર કરવાની પણ તંત્રને ફરજ પડી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.