પેરિસ ઓલિમ્પિક 2024ની શરુઆત તો 26 જુલાઈથી ઓપનિંગ સેરેમનીથી થશે પરંતુ ઈવેન્ટની શરુઆત 24 જુલાઈથી થશે. આ રમતમાં ભારતની સફરની શરુઆત 25 જુલાઈથી થશે, ભારતમાં જાણો તમે ક્યાં રમતને ફ્રીમાં જોઈ શકશો.
દીપિકાની આ ચોથી ઓલિમ્પિક
25 જુલાઈના રોજ મહિલા તીરંદાજની ઈવેન્ટ હશે. જેમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ભારતની ભજન કૌર, અંકિતા ભક્ત અને દીપિકા કુમારી એક્શનમાં હશે. 30 વર્ષની દીપિકાની આ ચોથી ઓલિમ્પિક છે. તેમણે 2012,2016 અને 2020માં રમાયેલ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. મહિલાઓની ઈવેન્ટની શરુઆત બપોરના 1 કલાકથી શરુ થશે. આ રેન્કિંગ રાઉન્ડ થશે.
મહિલા વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ : બપોરે 1 કલાકે (દિપિકા કુમારી, અંકિત ભક્ત, ભજન કૌર)
પુરુષ વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ : સાંજે 5 : 45 કલાકે (બી.ધીરજ, તરુણદીપ રાય,પ્રવીણ જાધવ)
પેરિસ ઓલિમ્પિકમાં ક્યારે શરુ થશે ભારતની ઈવેન્ટ જાણો
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની ઈવેન્ટ 25 જુલાઈથી શરુ થશે. 25 જુલાઈના રોજ ભારતીય તીરંદાજ એક્શનમાં હશે. ભારતની ઈવેન્ટ 11 ઓગસ્ટ સુધી ચાલશે.
પેરિસ ઓલિમ્પિકમાં કેટલા વાગ્યે ભારતની ઈવેન્ટ શરુ થશે?
ભારતીય તીરંદાજીની ઈવેન્ટ 25 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 1 કલાકે શરુ થશે.
પેરિસ ઓલિમ્પિકમાં રમતનું આયોજન ક્યાં થઈ રહ્યું છે?
પેરિસ ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં થઈ રહ્યું છે. ભારતની 33 ઈવેન્ટ અલગ અલગ સ્થળે થશે.
- ભારતમાં ક્યાં જોઈ શકો છો પેરિસ ઓલિમ્પિકનું લાઈવ સ્ટ્રીમિંગ?
ભારતમાં ઓલિમ્પિકની લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર જોઈ શકાશે. ચાહકો જિયો સિનેમા પર ચાહકો ફ્રીમાં જોઈ શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.