Gujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે
ગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર આભ ફાટવા જેવી સ્થિતિ છે. જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરો સરોવરમાં ફેરવાયા છે. આ કારણે મોટી નુકસાની વહોરવી પડી શકે છે. નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસોથી પડી રહેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે. અવિરત વરસાદને કારણે ખેતરોમાં જરૂરિયાત કરતાં વધારે પાણી ભરાયા છે. જેના કારણે ડાંગર સતત ડૂબી રહેતા, પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જ્યારે શાકભાજી પાકોમાં સંપૂર્ણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.