અનિલ અંબાણીનો 29 રૂપિયાનો સસ્તો પાવર શેર ખરીદવા રોકાણકારોની લૂંટ

રિલાયન્સ પાવર લિમિટેડના શેર સતત વધી રહ્યા છે. કંપનીના શેર આજે ગુરુવારે પણ 5%ની અપર સર્કિટ પર પહોંચી ગયા છે. અનિલ અંબાણીની આ કંપની દેવ મુક્ત થઈ છે. આ શેર ખરીદવા હવે રોકાણકારો માટે સારો મોકો છે જેથી હવે રોકાણકારો આ શેર ખરીદવા તૂટી પડ્યા છે.

રિલાયન્સ પાવર લિમિટેડના શેર સતત વધી રહ્યા છે. કંપનીના શેર આજે ગુરુવારે પણ 5%ની અપર સર્કિટ પર પહોંચી ગયા છે. રિલાયન્સ પાવરનો શેર આજે ગુરુવારે રૂપિયા 29.67ની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. આ પહેલા બુધવારે પણ આ શેરમાં અપર સર્કિટ લાગી હતી. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં 8%નો વધારો થયો છે. આ સ્ટોક એક વર્ષમાં 90% વધ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કંપનીએ જાહેરાત કરી છે કે તે દેવું મુક્ત રહેશે. કંપની પાસે લગભગ 800 કરોડ રૂપિયાની લોન બાકી હતી જે બેંકોને ચૂકવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવર લિમિટેડને માર્ચ ક્વાર્ટરમાં 397.66 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી. કંપનીને આ નુકસાન મુખ્યત્વે ઈંધણના ભાવમાં વધારાને કારણે થયું છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં તેણે રૂપિયા 321.79 કરોડનો નફો કર્યો હતો. જોકે, કંપનીની કુલ આવક જાન્યુઆરી-માર્ચ, 2024 ક્વાર્ટરમાં વધીને રૂપિયા 2,193.85 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂપિયા 1,853.32 કરોડ હતી.

માર્ચ 2024માં, કંપનીએ મહારાષ્ટ્રના વોશપેટમાં તેનો 45 મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ JSW રિન્યુએબલ એનર્જીને રૂ. 132 કરોડમાં વેચ્યો હતો. કંપનીએ આ પ્રોજેક્ટ્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ તેનું દેવું ચૂકવવા માટે કર્યો હતો.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવરે ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 વચ્ચે IDBI બેંક, ICICI બેંક, Axis Bank અને DBS સહિત વિવિધ બેંકો સાથે ઘણા લોન સેટલમેન્ટ કરારો કર્યા હતા. ડિસેમ્બર 2023માં, રિલાયન્સ પાવરે અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 1,200 મેગાવોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ અધિકારો THDCને રૂપિયા 128 કરોડમાં વેચ્યા હતા.

 

  • નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.