છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે વરસાદી માહોલ વચ્ચે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં પૂરની પરિસ્થતિ ઉભી થઈ છે. વડોદરામાં પણ છેલ્લા 2 દિવસથી પૂરની સ્થિતિ છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ પૂરની સ્થિતિ ઉભી થઈ છે.
1. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ
નવસારી: વરસાદી માહોલ વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, ઘણા વિસ્તારોમાં રસ્તાઓ નદી બની ગયા હોય એવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. નવસારી જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધી સરેરાશ 6 ઇંચ વરસાદ નોંધાયો છે
2. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
નવસારીના જલાલપોર અને ગણદેવી તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ચીખલી અને વાંસદા તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે મોડીરાત્રે વરસેલા વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નવસારીના દશેરા ટેકરી, નવો મોહલ્લા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે
3. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો
ભારે વરસાદ બાદ નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાતાં લોકો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. પૂર્ણા નદી ભયજનક સ્તરથી ઉપર વહી રહી છે
4. તાપી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર
તાપીના વ્યારા તાલુકાની ઝાંઝર નદી બે કાંઠે થઈ છે. ભારે વરસાદ બાદ નદીમાં પૂર આવતાં સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. ટિચકિયા ગામમાં સ્ટેટ હાઈવે પરના પુલ પરથી પાણી વહેતા થયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે
5. ગ્રામજનોને પરેશાની, વાહન વ્યવહાર ખોરવાયો
તાપી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. સોનગઢ તાલુકાના હીરાવાડી ગામનો રસ્તો ધોવાતાં ગ્રામજનોને પરેશાની થઈ રહી છે. હીરાવાડીથી બરડીપાડા ગામ તરફ જવાનો રસ્તો તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. એપ્રોચ રોડ તૂટી જતાં વાહન વ્યવહારને અસર પહોંચી છે
6. સ્થાનિકોને થઈ રહી છે ભારે હાલાકી
નવસારીમાં પુર્ણા નદીની જળસપાટી ભયજનક સપાટી કરતા ઉપર જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસવા લાગ્યા છે. હાલ 15 હજારથી વધુ સોસાયટીમાં પાણી ઘુસ્યા છે. તો રિંગ રોડથી પાણી અસરગ્રસ્ત સોસાયટી તરફ ભરાઈ જતાં હાલાકી સર્જાઈ છે
7. વાલ્મીકિ નદીમાં પાણીની ભારે આવક
તાપી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર ઉમટ્યા છે. વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકિ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નદી કાંઠે આવેલા ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે
8. ઝાંખરી નદી બે કાંઠે
રાત્રે અચાનક પાણી ધસી આવ્યા બાદ વહીવટી વિભાગના અધિકારીઓમાં દોડધામ થઈ ગઈ છે. તાપીની વાલ્મીકિ અને ઝાંખરી નદી ભારે વરસાદ બાદ બે કાંઠે થઈ છે…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.