આવકવેરા વિભાગ કેટલાક કરદાતાઓને 31મી ઓક્ટોબર સુધી ITR ફાઈલ કરવાની સુવિધા આપે છે. આવકવેરા વિભાગ દ્વારા તેમને ત્રણ મહિનાનો વધારાનો સમય આપવામાં આવે છે.
હવે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે માત્ર 3 દિવસ બાકી છે, કારણ કે 31મી જુલાઈ ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે. જો તમે 31 જુલાઈ પછી તમારું ITR ફાઇલ કરો છો, તો તમારે તમારી આવક મુજબ દંડ ભરવો પડશે. જો કે, કેટલાક લોકો એવા છે જે 31 જુલાઈ પછી પણ કોઈપણ લેટ ફી ચૂકવ્યા વિના ITR ફાઈલ કરી શકે છે. ચાલો જાણીએ કે 31મી જુલાઈની અંતિમ તારીખ પછી કોણ ITR ફાઇલ કરી શકે છે.
મોડું ITR ફાઈલ કરનારને ભરવો પડશે દંડ
જો તમે 31 જુલાઈ પછી તમારું ITR ફાઇલ કરો છો, તો તમારે કેટલી લેટ ફી ચૂકવવી પડશે? જેમનો વાર્ષિક પગાર 5 લાખ રૂપિયાથી ઓછો છે તેમણે 1,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે, જ્યારે જેની આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તેમણે 5,000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે.
આ લોકોને મળે છે વધારે સમય
ITR ફાઈલ કરવાની સમયમર્યાદા ઉદ્યોગપતિઓ અથવા વ્યક્તિઓ માટે અલગ છે જેમના ખાતાઓનું ઓડિટ કરવું જરૂરી છે. આ લોકો 31 ઓક્ટોબર સુધી ITR ફાઈલ કરી શકે છે. આવકવેરા વિભાગ દ્વારા તેમને ત્રણ મહિનાનો વધારાનો સમય આપવામાં આવે છે, જેથી તેઓ માન્ય CA દ્વારા ઓડિટ કરાવી શકે અને પછી તેમનો ITR ફાઇલ કરી શકે.
જેમાં અમુક પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે ITR ફાઈલ કરવામાં પણ છૂટ આપવામાં આવી છે. જો કોઈ વ્યવસાયને તેના આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ ફાઇલ કરવાની જરૂર હોય, તો આવા વ્યવસાયને ITR ફાઇલ કરવા માટે વધારાનો સમય આપવામાં આવે છે. આવા લોકો 30 નવેમ્બર સુધી રિટર્ન ફાઇલ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન ઉપરાંત અમુક પ્રકારના ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શનમાં પણ આવી છૂટ આપવામાં આવી છે.
કરદાતાઓને મદદ કરવા માટે આવકવેરા વિભાગનું હેલ્પડેસ્ક 24×7 કામ કરી રહ્યું છે. આ ITR ફાઇલિંગથી લઈને ટેક્સ પેમેન્ટ સુધીની સેવાઓ પ્રદાન કરવામાં મદદ કરે છે. હેલ્પ ડેસ્ક કૉલ્સ, લાઇવ ચેટ, વેબએક્સ સત્રો અને સોશિયલ મીડિયા દ્વારા સહાય પૂરી પાડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.