સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતી મૂકબધિર સગીરાને નરાધમે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. પેટમાં દુ:ખાવો ઉપડતા ડોક્ટર પાસે લઈ જવાતા સગીરાને ચાર મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થતા સૌ કોઇ ચોંકી ગયા હતા. જે બાદ આ અંગે પોલીસને જાણ(Surat News) થતા ઉમરા પોલીસે ગુનો નોંધી હવસખોરની અટક કરી હતી.
સગીરાને 4 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું
મળતી વિગતો પ્રમાણે પીપલોદ ખાતે રહેતી 17 વર્ષીય સગીરા જન્મથી બોલી કે સાંભળી શકતી નથી. મૂકબધિર આ સગીરા ટ્રસ્ટમાં સિવણ અને બ્યુટી પાર્લરનું કામ શીખી હતી. તેણી વેસુ ખાતે બ્યુટીપાર્લરમાં નોકરીએ જતી હતી. દરમિયાન સગીરાને પંદરેક દિવસથી પેટમાં દુઃખાવો થતો હતો. પરિવારજનો તેણીને નજીકના ખાનગી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે ચેકઅપ કરતા સગીરાને ગર્ભ હોવાનું કહેતા પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ સગીરાને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાંના ડોક્ટરે સગીરાને 4 મહિનાનો ગર્ભ હોવાનું નિદાન કરતા ઉમરા પોલીસને જાણ કરાઈ હતી.
આરોપીને શોધવો પોલીસ માટે એક ચેલેન્જ
મૂકબધિર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કોણ? તે શોધવું ઉમરા પોલીસ માટે ચેલેન્જિંગ હતુ. પોલીસે આ મામલે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સગીરાના મિત્રવર્તુળ અને તે જ્યાં નોકરીએ જતી ત્યાં તથા નોકરીના રૂટ મામલે તપાસ કરી હતી.સગીરા વેસુમાં જે પાર્લરમાં નોકરી કરતી હતી તે પાર્લરના માલિક એવી મહિલાની પુછપરછ કરી.
તે મહિલાએ પોલીસને એવું જણાવ્યું કે, મૂકબધિર સગીરાને એક છોકરો લેવા-મુકવા આવતો હતો. તેઓ વચ્ચે મિત્રતા હતી. આ બાબતે મહિલાએ સગીરાને ઠપકો પણ આપ્યો હતો. જોકે, ત્યારબાદ પણ તે છોકરો સગીરાને પાર્લર પર લેવા-મુકવા આવતો હતો. મહિલાએ સતર્કતા દાખવી તે છોકરાનો ફોટો પાડી લીધો હતો. જે ફોટાના આધારે પોલીસે સગીરાના નોકરીના રૂટ પર તપાસ કરી નરાધમને શોધી કાઢ્યો હતો.
અવારનવાર દુષ્કર્મ આચર્યું
મુળ ઝારખંડનો કુંદન પીપલોદમાં કારગીલ ચોકની નોનવેજની દુકાન પર નોકરી કરતો હતો. તે હાલ પુણા વિસ્તારમાં જોબ કરે છે. સગીરાને લલચાવી ફોસલાવી પીપલોદની શારદાય યતન સ્કુલ પાસેથી ઉપાડી જઇ સગીરાના ઘરે અને વેલેન્ટાઇન સિનેમા પાસે આવાસમાં લઇ જઇ ચારેક વખત બદકામ કર્યુ હતુ. ઉમરા પોલીસે કુંદનને અટકાયતમાં લઇ પૂછપરછ હાથ ધરી છે. સાથોસાથ પોલીસે સગીરાનું તબીબી પરિક્ષણ પણ કરાવ્યું હતુ. પીપલોદ કારગીલ ચોક ખાતે ચીકનની લારી ઉપર કામ કરતો હતો. ત્યારે ત્યાંથી આવ-જા કરતી રાધા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. રાધા મૂકબધિર હતી પરંતુ તેની સાંકેતિક ભાષાથી વિડીયો કોલ ઉપર વાત કરતો હતો અને બે વખતે સગીરના ઘરે અને બેથી ત્રણ વખત વેલેન્ટાઈન સિનેમા નજીક આવાસમાં સંબંધ બાંધ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.