ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના ડીમ્ડ યુનિવર્સિટીના દરજ્જા પર તોળાયું સંકટ?…

Gujarat Vidyapith: તેની સ્થાપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 18 ઓક્ટોબર 1920ના રોજ કરી હતી. તેને ડીમ્ડ યુનિવર્સિટી (Deemed university) નો દરજ્જો મળેલો છે. પરંતુ હવે આ ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠના ડીમ્ડ યુનિવર્સિટીના સ્ટેટસ પર જાણે સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે એ સવાલ ઉભો થાય કે શું આ ગાંધીજીએ સ્થાપેલી અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો છીનવાઈ જશે?

અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠ એક આગવું મહત્વ ધરાવે છે કારણ કે તેની સ્થાપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 18 ઓક્ટોબર 1920ના રોજ કરી હતી. તેને ડીમ્ડ યુનિવર્સિટી (Deemed university) નો દરજ્જો મળેલો છે. પરંતુ હવે આ ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠના ડીમ્ડ યુનિવર્સિટીના સ્ટેટસ પર જાણે સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે એ સવાલ ઉભો થાય કે શું આ ગાંધીજીએ સ્થાપેલી અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો છીનવાઈ જશે? એક પ્રશ્ન એ પણ થાય કે આખરે આ ડીમ્ડ યુનિવર્સિટી એટલે શું અને કેમ ગૂજરાત વિદ્યાપીઠના ડીમ્ડ યુનિ.ના દરજ્જા પર સંકટ તોળાઈ રહ્યું છે? ચાલો ત્યારે આ પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયત્ન કરીએ.

ડીમ્ડ યુનિવર્સિટીના કોને કહેવાય

અનેક યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલા શિક્ષણવિદ અશોકકુમારના જણાવ્યાં મુજબ Deemed universities પોતાના નામની આગળ નિયમ મુજબ વિશ્વવિદ્યાલય લખાવી શકે નહીં. ડીમ્ડ યુનિવર્સિટી અન્ય તમામ યુનિવર્સિટીઓની જેમ જ સંચાલિત થાય છે. Deemed નો દરજ્જો પ્રાપ્ત થવાનો અર્થ એ છે કે તે સીધી યુજીસી અને શિક્ષણ મંત્રાલયની દેખરેખમાં ચાલશે. રાજ્ય સરકારનો સીધો હસ્તક્ષેપ અહીં હોતો નથી. ડીમ્ડ યુનિવર્સિટીઓ સમગ્ર દેશમાં છે. જો કોઈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનને એવું લાગે કે તેને Deemed સ્ટેટસ જોઈએ છે તો તે UGC માં અરજી કરી શકે. જેના પર કમિટી વિચાર કરે અને બધુ યોગ્ય મળી આવે તો દરજ્જો મળી જાય.

ફાયદા

યુજીસી એક્ટમાં ઉચ્ચ પ્રદર્શન કરનારી સંસ્થાઓને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની જોગવાઈ છે. ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મેળવનાર સંસથાન કોર્સ, ફી વગેરે નક્કી કરવા માટે સ્વતંત્ર હોય છે. અન્ય યુનિવર્સિટીઓની જેમ જ તે પણ વિદ્યાર્થીઓને કોર્સ પૂરો થયા બાદ ડિગ્રીઓ આપવા માટે અધિકૃત

કેમ ગૂજરાત વિદ્યાપીઠને આવ્યું સંકટ?

UGC ના નિયમ મુજબ કોઈ પણ ડીમ્ડ યુનિવર્સિટીએ પોતાનો આ દરજ્જો જાળવી રાખવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા 3000 સુધી રાખવી જરૂરી હોય છે. સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે મુજબ ગૂજરાત વિદ્યાપીઠમાં યુજી અને પીજીના તમામ વિદ્યાર્થીઓ ભેગા થઈને પણ 2000 વિદ્યાર્થીઓની આસપાસ સંખ્યા છે. જેને જોતા આગામી સમયમાં 3 હજાર જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા પૂરી કરવી જરૂરી છે. ન થાય તો ડીમ્ડ યુનિ. નો દરજ્જો છીનવાઈ પણ શકે. જો કે સ્થિતિ જોતા વિદ્યાર્થીઓની સંખ્યા વધે છે તો સંખ્યા પૂરી થવાના ચાન્સ છે.

અત્રે જણાવવાનું કે UGC એ જે નવા નિયમ ધોરણો બહાર પાડ્યા છે તે મુજબ દેશની તમામ ડીમ્ડ યુનિવર્સિટીઓએ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સાઈન કરીને સ્વીકારવું જરૂરી છે. જે મુજબ હવે ડીમ્ડ યુનિવર્સિટીએ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને શિક્ષકનો રેશિયો વગેરે સહિતના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ગૂજરાત વિદ્યાપીઠે પણ આ મેમોરેન્ડમ ઓફ એસોસિશન સ્વીકાર્યું હોવાથી હવે વિદ્યાર્થીઓની સંખ્યા જાળવવી જરૂરી રહે છે. મળતી માહિતી મુજબ આ નિયમો અને શરતોના પાલન માટે 2020 સુધીનો સમય આપેલો છે. એટલે કે એવું કહી શકાય કે ગૂજરાત વિદ્યાપીઠ જો આ સમયાગળા સુધીમાં 3000 વિદ્યાર્થીઓ નહીં મેળવી શકે તો ડીમ્ડ યુનિવર્સિટીનું સ્ટેટસ જોખમાઈ જશે.છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.