રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છ
આંબાલાલની આગાહી
આગાહી કરતા વધુમાં કહ્યું કે, 11 અને 12 ઓગસ્ટે ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે. ત્યારબાદ 16 થી 22 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ રહેશે. ત્યારબાદ 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા થશે
23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટા થશે’
અંબાલાલ પટેલ કહ્યું કે, આશ્લેષા નક્ષત્રમાં વરસાદ આવે તો વરસાદ યથાવત રહેશે અને 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં વરસાદ આવી શકે છે. ત્યારે ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વિય ભાગોમાં જશે. ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ બિહાર આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે જેના પગલે ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવી શકે છે.
22 ઓગસ્ટે વરસાદની આગાહી
બુધ-શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેમજ મધ્ય પ્રદેશની સાથેના વિસ્તારમાંથી ગુજરાત તરફ વરસાદ આવી શકે છે. 11-12 ઓગસ્ટ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે જ્યારે 13 થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. 16 થી 22 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ આવી શકે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ભૌગોલિક સ્થિતિના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ વચ્ચે દેશના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદથી શક્યતા છે. 6 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે.
ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે
દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.