- મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના સંબંધોમાં ખટાશ વધતી રહી છે. શિવસેનાએ કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દીધું. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં ભાગ લેવાની ના પાડી દીધી. જ્યારે શિવસેનાને સંસદમાં વિપક્ષની સીટ આપવામાં આવી તો હવે સામના દ્વારા પાર્ટીએ ભાજપ પર નિશાન સાંધ્યું છે અને પૂછયું કે ‘અમને NDAમાંથી નીકાળનાર તુ કોણ?’
- સામનાના સંપાદકીયમાં લખ્યું છે, ‘દિલ્હીના ભાજપ નેતાઓએ કયા આધાર પર અને કોની મંજૂરીથી આ જાહેરાત કરી? યાત્રામાં ઉતાવળ અકસ્માતને નિમંત્રણ આપે છે.’ આ પ્રકારની ઉતાવળ આ લોકો માટે ઠીક નથી.
- તીખા તેવરોની સાથે લેખમાં લખ્યું છે કે જેને આ જહેરાત કરી છે તેને શિવસેનાના મર્મ અને એનડીએના કર્મ-ધર્મ ખબર નથી. તમારા બધાના જન્મ પર શિવસેનાએ નાસ્તો કર્યો છે. જ્યારે ભાજપની સાથે કોઇ ઉભું રહેવા માંગતું નહોતું, ત્યારે જનસંઘના દીવામાં શિવસેનાએ તેલ નાંખ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.