RBI પોતાની પર એક વેબ સીરિઝ બનાવવા જઈ રહી છે… આ વેબ સિરીઝમાં RBI પોતાના 90 વર્ષના ઇતિહાસના આધારે બનાવશે સીરીઝ…

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય રિઝર્વ બેન્કના 90 વર્ષ પૂરા થયાની ખુશીમાં પોતાના ઇતિહાસ પર એક વેબ સીરિઝ બનાવવા જઈ રહી છે.

RBIનું નામ સંભળાતા જ કંઈક અલગ જ વજન પડે છે. ત્યારે રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના નામથી ઓળખાતી RBI પોતાની પર એક વેબ સીરિઝ બનાવવા જઈ રહી છે. આ વેબ સિરીઝમાં RBI પોતાના 90 વર્ષના ઇતિહાસના આધારે બનાવશે. જેમાં કુલ પાંચ એપિસોડ હશે. RBI પોતાના 90 વર્ષ પૂરા થયાની ખુશીમાં વેબ સીરિઝના નિર્માણ અને ડિસ્ટ્રિબ્યુશન માટે ઇ-ટેન્ડર દ્વારા બોલી ચલાવશે. મળતી માહિતી મુજબ વેબ સીરિઝ અંદાજિત 3 કલાકની રહેશે, જેમાં 5 એપિસોડ હશે જે દરેક એપિસોડ 25-30 મિનિટ રહેશે. આ વેબ સીરિઝ TV પર અથવા OTT પ્લેટફોર્મ પર આવી શકે છે.

RBIની આ વેબ સિરીઝની જાણો શું ખાસિયત હશે?

1 એપ્રિલ 2024ના રોજ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાને 90 વર્ષ પૂરા થઈ ગયા છે. ત્યારે આ વેબ સિરીઝના 5 એપિસોડમાં 90 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાના કેન્દ્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, અને 90 વર્ષના પોતાના અનુભવ વિશે લોકોને સમજાવામાં આવશે જેથી બેન્ક અને પબ્લિક વચ્ચે જોડાણ સારું બને. આ વેબ સિરીઝમાં બેન્ક પોતાની વિજય અને પોતાના મિશન વિશે માહિતી આપશે.

જાણો RBIની ક્યારે અને કેવી રીતે શરૂ થઈ હતી?

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા એ ભારતની કેન્દ્રીય બેન્ક છે. કેન્દ્રીય બેન્ક એટલે દેશની દરેક બેન્કના સંચાલનના નિયમો બનાવે અને દેખરેખ રાખતી બેન્ક. આરબીઆઇ વ્યાજનો દર પણ નક્કી કરે છે. આ બેન્કને અંગ્રેજોના સમયમાં થઈ હતી. હિલ્ટન યંગ આયોગના કહેવાથી દેશનું ચલણ અને ક્રેડિટ પર નિયંત્રણ રાખવા માટે બેન્કની સ્થાપના કરવાં આવી હતી. ભારતીય રિઝર્વ બેન્કના નિયમાનુસાર 1934 માં થઈ હતી પરંતુ 1 એપ્રિલ 1935ના રોજ બેન્કનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

જાણો શું છે RBIનું મુખ્ય કામ?

RBIને રૂપિયા છાપવાનો હક છે: સમગ્ર દેશમાં ફક્ત RBIને જ નોટ છાપવાનો અધિકાર મળ્યો છે. RBI 1 રૂપિયાની નોટ સિવાય દરેક પ્રકારની નોટ બહાર પાડવાનો અધિકાર ધરાવે છે. કેમ કે 1 રૂપિયો નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે.

બેન્કો માટે નિયમ બનાવવા : ભારતીય રિઝર્વ બેન્ક ભારત સરકાર અને દેશના અન્ય બેન્કો માટે નિયમ બનાવે છે, તેની સાથે વ્યાજનો દર પણ નક્કી કરે છે.

ફોરેક્સ રિઝર્વનું નિયંત્રણ: RBI દેશી અને વિદેશી ચલણની સંરક્ષક હોય છે. RBI દેશના ફોરેન એક્સ્ચેન્જ રેટને નિર્ધારિત કરવાના લક્ષ્યથી વિદેશી કરન્સીની લે-વેચ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.