ઉદ્ઘાટન પહેલા જ બ્રિજનાં પીલ્લર પર ઓવરહેટ ચડાવવા જતા ઓવરહેડ નમી ગયો…

સુરતમાં મેટ્રોની કામગીરી દરમ્યાન અચાનક મોટી દુર્ઘટનાં સર્જાતા રહી જવા પામી હતી.જેમાં ઉદ્ઘાટન પહેલા જ બ્રિજનાં પીલ્લર પર ઓવરહેટ ચડાવવા જતા ઓવરહેડ નમી ગયો હતો. અચાનક ઓવરહેડ નમી જતા કામ કરી રહેલા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

સુરતવાસીઓને વર્ષ 2027 માં મેટ્રોની ભેટ મળવાની છે. ત્યારે ઉદ્ઘાટન પહેલા જ મેટ્રોનાં બ્રિજની નબળી કામગીરી સામે આવી રહી છે. જેમાં સુરતનાં સારોલી-કડોદરા જવાનાં માર્ગ પર બની રહેલ મેટ્રોનાં બ્રિજનાં સ્પાનનાં બે ફાટા પડી જતા મેટ્રોની નબળી કામગીરી સામે આવવા પામી હતી. આ દુર્ઘટનાં એ સમયે સર્જાઈ જ્યારે મેટ્રો બ્રિજ માટે પીલ્લર પર ઓવરહેડ ચડાવવા જતા ઓવરહેડ અચાનક નમી જવા પામ્યો હતો. ઓવરહેડની કામગીરીમાં સ્લેબ આખો નમી જવા પામ્યો હતો.

રસ્તો બંધ કર્યો

અચાનક સર્જાયેલ દુર્ઘટનાને લઈ ત્રણ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

મેટ્રોની કામગીરી કરતી કંપની સામે અનેક પ્રશ્નો

સુરત શહેરનાં અતિ મહત્વપૂર્ણ મેટ્રો પ્રોજેક્ટને લઈ છેલ્લા ઘણા સમયથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે અચાનક જ મેટ્રોનો સ્પાન નમી જતા વહીવટી તંત્ર તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ગયો હતો. મેટ્રોની કામગીરી દરમ્યાન મોટી બેદરકારી સામે આવતા મેટ્રોની કામગીરી કરતી કંપની સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.