canada university financial crisis: કેનેડામાં ટ્રૂડો સરકારની નીતિઓનાં કારણે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય સ્ટુડન્ટ્સ ભણવા માટે જાય છે, જે સ્થાનિક વિદ્યાર્થીઓની તુલનામાં લગભગ ચાર ગણા વધારે ફી ચૂકવીને ત્યાં અભ્યાસ કરતા હોય છે. આ વિદ્યાર્થીઓમાં હવે કેનેડાની નવી નવી નીતિઓના ફેરબદલને લીધે ભારે ઘટાડો આવતા કોલેજો આર્થિક સંકટનો સામનો કરી રહી છે.
કેનેડાની કોલેજો પર ઈન્ડિયન સ્ટુડન્ટની અછતને લીધે આર્થિક સંકટ ઘેરાયું
કેનેડાની કોલેજોને ખર્ચા કાઢવા પણ મુશ્કેલ
કેનેડાની મોટી મોટી કોલેજોમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટી
canada university financial crisis: કેનેડામાં સ્ટુડન્ટ કેપના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આની સીધી અસર કેનેડાની કોલેજ અને યુનિવર્સિટીઝ પર થઈ રહી છે. લૈંગારા કોલેજના અધ્યક્ષ પાઉલા બર્ન્સે જણાવ્યું કે ગત વર્ષની તુલનામાં અત્યારના એડમિશન રેટ પર નજર કરીએ તો 79 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈંકુવર સનનાં રિપોર્ટ પ્રમાણે કોલેજનાં ફેકલ્ટી એસોસિએશનનાં સભ્યોએ આ સ્થિતિને આર્થિક સંકટ સમાન જાહેર કરી દીધી છે. આને વિદ્યાર્થીઓના નોમિનેશનમાં આવેલો અચાનક અને ભારે ઘટાડો મોટાભાગની યુનિવર્સિટીઝ પર અસર કરશે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા એકપછી એક ઘટી રહી છે એના કારણે નોકરીઓ, પગાર અને અન્ય ઘણા પાસાઓ પર પ્રભાવ પડશે.
લૈંગારામાં મોટાભાગે ભારતીય વિદ્યાર્થીઓ
બ્રિટિશ કોલંબિયામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની પહેલી પસંદ લૈંગારા કોલેજ હોય છે. ત્યાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી આવેલા સ્ટુડન્ટ્સ એડમિશન લેવા માટે પડાપડી કરતા હોય છે. લૈંગારા કોલેજમાં 37 ટકા વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે બાકીના સ્થાનિક વિદ્યાર્થીઓ છે. કેનેડિયન સરકારના આંકડાઓ પ્રમાણે ગત વર્ષે કોલેજમાં લગભગ 7500 ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સે એડમિશન લીધું હતું. જેમાંથી મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ જ હતા. આ આંકડો કેનેડાના સૌથી મોટા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુશન સાઈમન ફ્રેજર યુનિવર્સિટી કરતા પણ વધુ છે.
ઘણી કોલેજો પર સંકટ આવ્યું
સ્ટુડન્ટ્સની અછતનો સામનો કરી રહેલી લૈંગાર એકલી કોલેજ નથી. સાઈમન ફ્રેજર યુનિવર્સિટી વિક્ટોરિયા યુનિવર્સિટી અને વૈંકૂવર યુનિવર્સિટી પણ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની ઘટતી સંખ્યાને કારમે બજેટમાં ઘટાડો કરવાનું પ્લાનિંગ કરી રહી છે. વિદેશી વિદ્યાર્થીઓ સ્થાનિક લોકોની તુલનામાં ચાર ગણી વધારે ટ્યુશન ફી આપે છે. આ દરમિયાન બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીએ જણાવ્યું કે તેમનું નોંધણી બજેટ અનુમાનો પ્રમાણે ચાલી રહ્યું છે.
વિદેશી વિદ્યાર્થીઓ પર ફી વધારાનું જોખમકવાંટલેન પોલિટેકનિક યુનિવર્સિટીમાં કુલ નોંધણીના 38 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. વૈંકુવર સનના રિપોર્ટ પ્રમાણે 150 દેશોના બ્રિટિશ કોલંબિયાના પોસ્ટ સેકન્ડરી સંસ્થાનોમાં નોંધણી કરાયેલા 5 લાખ 33 હજારમાંથી 40 ટકા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે, જે 150 દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યામાં સતત ઘટાડા પછી હવે કેનેડાની કોલેજ આ ક્રાઈસિસને સોલ્વ કરવા માટે ફીમાં વધારો કરી શકે છે. બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં એક ઈન્ટરનેશનલ વિદ્યાર્થીને પ્રતિ વર્ષ 45 હજાર ડોલર ટ્યુશન ફી આપવી પડી શકે છે, જે સ્થાનિક વિદ્યાર્થી કરતા પાંચ ગણી વધારે છે. ક્વાંટલેન પોલિટેકનિક યુનિવર્સિટીમાં ઈન્ટરનેશનલ ટ્યુશન ફી 21 હજાર ડોલર પ્રતિ વર્ષ છે જે સ્થાનિક વિદ્યાર્થીઓ ચૂકવી રહ્યા છે એના કરતા 4.5 ગણી વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.