ભારતની ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાએ પોતાના જન્મદિવસે દેશને ગિફ્ટ આપી છે. પેરિસ ઓલિમ્પિક્સમાં ઈતિહાસ રચતાં શ્રીજા અકુલાએ સિંગાપોરની જિયાન ઝેંગને હરાવીને અંતિમ 16માં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ જીત સાથે શ્રીજા ટેબલ ટેનિસના પ્રી-ક્વાર્ટરમાં પહોંચનારી બીજી ભારતીય બની ગઈ છે. આ પહેલા મનિકા બત્રાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
બહેનને જોઈને ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું
શ્રીજા અકુલાનો જન્મ 31 જુલાઈ 1998ના રોજ હૈદરાબાદમાં થયો હતો. નાનપણથી જ શ્રીજાને અભ્યાસની સાથે ટેબલ ટેનિસમાં પણ રસ હતો. તેણે તેની બહેનને જોઈને ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું. તેણે કહ્યું હતું કે, ‘નાનપણથી જ હું મારી મોટી બહેનને ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લેતી જોવા માંગતી હતી. મેં તેને ચેમ્પિયનશિપ જીતતા જોઈ હતી. તેને જોયા પછી જ મેં પ્રો ટેબલ ટેનિસ ખેલાડી બનવાનું નક્કી કર્યું.
12મા ધોરણમાં 98.17 ટકા માર્ક્સ
શ્રીજા અકુલા માત્ર રમતગમતમાં જ નહીં, અભ્યાસમાં પણ ખૂબ તેજસ્વી હતી. તેણે 98.7 ટકા માર્ક્સ સાથે ઇન્ટરમીડિયેટ પાસ કર્યું છે. આ સિવાય તેણે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. રમતગમતની સાથે અકુલા શરૂઆતથી જ અભ્યાસમાં પણ ખૂબ તેજસ્વી છે. તેણી હંમેશા શાળામાં ટોપર્સમાં રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.