Pooja khedkar IAS status snatched: સિવિલ સર્વિસમાં સિલેક્શન માટે ઓળખ બદલવા અને વિકલાંગતા સર્ટિફિકેટમાં છેડછાડ કરવાના આરોપમાં પૂજા ખેડકર પાસેથી ટ્રેની IAS પદ છીનવાઈ ગયું છે. UPSCએ પૂજાનું સિલેક્શન રદ કરી દેવામાં આવ્યું છે. પૂજા વિરૂદ્ધ તપાસમાં સામે આવ્યું છે કે તેણે પોતાનું નામ, પિતાનું નામ, માતાનું નામ, સિગ્નેચર, ફોટો, ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર અને એડ્રેસ બદલીને UPSCની પરીક્ષા આપી હતી. જેના કારણે દિલ્હી પોલીસે તેની વિરૂદ્ધ FIR પણ નોંધી દીધી છે.
પૂજા ખેડકર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી
UPSCએ ટ્રેની IAS પદ છીનવી લીધું
પૂજા ભવિષ્યામાં ક્યારેય IAS-IPS પરીક્ષા નહીં આપી શકે
15 વર્ષના રેકોર્ડ ચેક કરાયા
પૂજા ખેડકર કેસની તપાસ માટે યુપીએસસીએ છેલ્લા 15 વર્ષના ડેટાની સમીક્ષા કરી હતી. ત્યારપછી સામે આવ્યું હતું કે ખેડકરનો એકમાત્ર કેસ જ એવો હતો જેમાં એ નહોતી તપાસ થઈ રહી કે તેણે કેટલીવાર યુપીએસસીની પરીક્ષા આપી છે. કારણ કે તેને દરેક વખતે તેનું નામ જ નહીં પરંતુ માતા પિતાનું નામ પણ બદલી કાઢ્યું હતું. હવે ભવિષ્યમાં આવું ન થઈ શકે એના માટે યુપીએસસી SOPને વધુ મજબૂત કરવાની તૈયારીઓ કરાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.