સપ્તાહના બીજા દિવસે બજારમાં સુધારો, સેન્સેકસ-નિફ્ટીની ગ્રીન શરૂઆત, જાણો કેવા છે હાલ

  • ભારતીય શેર બાજરની શરૂઆત આજે નજીવા ઉછાળા સાથે થઈ. બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેકસ 40,300ને પાર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક 11,900ને પાર ખુલ્યો છે. લખાય ત્યાં સુધી સેન્સેકસ 55 અંક અથવા 0.14 ટકા વધીને 40,339 નજીક કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 7 અંક અથવા 0.06 ટકા વધીને 11,889 નજીક ટ્રેડ કરી રહ્યો છે.
  • મિડ અને સ્મોલ કેપની વાત કરીએ તો આજે ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં ખરીદદારી જોવા મળી છે. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.01 ટકા જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.18 ટકા સુધીની ખરીદદારી જોવા મળી રહી છે. બેંકિંગ શેરોની વાત કરીએ તો સેક્ટરમાં સુધારો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 0.09 ટકા સુધી વધીને 31,000ને પાર કારોબાર કરી રહ્યો છે.
  • આ સિવાય અન્ય સેક્ટરની વાત કરીએ તો PSU બેંક ઇન્ડેક્સ 0.09 ટકા અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 0.11 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત આજે મેટલ, એફએમસીજી અને ફાઇનાન્શિયલ સર્વિસેઝને છોડી નિફ્ટીના દરેક સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં નજરે આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.