ઓગસ્ટ મહિનામાં સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં બિરાજમાન થઇ અતિ બળશાળી રહેશે. આ સાથે જ બુધ પણ સિંહ રાશિમાં ગોચર કરશે, જેનાથી બુધાદિત્ય રાજયોગ પ્રભાવશાળી રહેશે. આ મહિને 5 રાશિને બુદ્ધિ, આત્મવિશ્વાસથી મોટી સફળતાઓ મળશે.
ઓગસ્ટ મહિનામાં આદિત્ય સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં જશે અને પોતાના ઘરમાં હોવાથી તે પરમ બળશાળી અને તમામ ગ્રહોના પ્રતિકૂળ પ્રભાવોને નષ્ટ કરશે. ઓગસ્ટ મહિનામાં સૂર્ય પરમ પ્રભાવી ગ્રહ રહેશે, સાથે જ સૂર્યની સાથે બુધ પણ સિંહ રાશિમાં હશે, જે ઉચ્ચ કોટીનો બુધાદિત્ય રાજયોગ નિર્માણ કરશે.
Monthly Horoscope: ઓગસ્ટમાં સૂર્ય પરમ બળશાળી રહી 5 રાશિનું ચમકાવશે ભાગ્ય, ધન સંપત્તિથી થશે માલામાલ; જાણો માસિક રાશિફળ
વૈદિક જ્યોતિષ અનુસાર, બુધ અને સૂર્યની યુતિ અત્યંત મંગળકારી ગણાય છે, સૂર્ય અને બુધ શક્તિ, અધિકાર, વાણી અને બુદ્ધિના કારક ગ્રહ છે. તેથી આ યુતિ જાતકોને બુદ્ધિ, આત્મવિશ્વાસ અને મધુર વાણી પ્રદાન કરે છે. એામાં ઓગસ્ટ મહિનો વૃષભ, કર્ક સહિત 5 રાશિ માટે કરિયર, વેપાર અને અધિકારમાં વૃદ્ધિ લઇને આવશે. અહીં જાણો, મેષથી લઇ મીન રાશિ માટે ઓગસ્ટ મહિનાનું સંપૂર્ણ રાશિફળ.
મેષ (Aries)
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં મેષ રાશિના જાતકોએ વાણી અને સ્વભાવ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આ દરમિયાન તમારાં કાર્યોને તમારાં શબ્દો જ બનાવશે, પરીક્ષા પ્રતિયોગિતાની તૈયારી કરી રહેલા જાતકો માટે સમય શુભ સાબિત થશે. સ્વાસ્થ્યમાં સુધાર આશે. બિઝનેસમાં સામાન્ય પરેશાની છતાં મનોવાંચ્છિત સફળતા મળશે. કાર્યસ્થળે લોકો સાથે તણાવના બદલે સાથે મળીને કામ કરો. વેપારમાં આ મહિને પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો. કોઇ પણ જોખમી યોજનામાં રોકાણ કરવાથી બચો, નહીં તો આર્થિક નુકસાન થઇ શકે છે. મહિનાના ઉત્તરાર્ધનો સમય શુભ રહેશે, આ દરમિયાન તમારાં વિચારેલા કાર્યો પૂરાં થશે. વૈવાહિક જીવનમાં જીવનસાથીની ભાવનાઓને નજરઅંદાજ ના કરો. મોસમી બીમારીઓથી સાવધાન રહો.
વૃષભ (Taurus)
વૃષભ રાશિ માટે ઓગસ્ટ મહિનાનો સમય શુભ અને સૌભાગ્યદાયક રહેશે. મહિનાની શરૂઆતમાં લાંબી અથવા નાના અંતરની યાત્રા થશે, જે કરિયર અથવા વ્યવસાયમાં પ્રગતિ લાવશે. જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે, કરિયરમાં તમારું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે. માર્કેટિંગ, ભૂમિ ભવન સાથે સંકળાયેલા જાતકોને સફળતા મળશે. મહિનાના બીજાં સપ્તાહમાં વિદ્યાર્થી વર્ગનું ધ્યાન અભ્યાસથી ભટકી શકે છે. મહિનાના મધ્યમાં કારોબારના વિસ્તારના અવસર મળશે. આ દરમિયાન પિતા અને સંબંધીઓનો વિશેષ સહયોગ મળશે. વિદેશમાં નોકરી કરતાં જાતકો માટે મહિનાનું અંતિમ સપ્તાહ શુભ સાબિત થશે. પ્રેમ સંબંધ ઓર મજબૂત બનશે, દામ્પત્ય જીવન સુખમય રહેશે.
મિથુન (Gemini)
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં મિથુન રાશિના જાતકોના જીવન સાથે જોડાયેલી કોઇ મોટી સમસ્યા અથવા વિવાદ દૂર થવાથી રાહતનો શ્વાસ લેશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૈતૃક સંપત્તિ પ્રાપ્ત કરવામાં આવી રહેલી પરેશાનીઓ પણ દૂર થશે. ભૂમિ, ભવન, વાહન વગેરેનું સુખ મળશે. પરિવારમાં પ્રેમ અને સદભાવના રહેશે. મહિનાના બીજા સપ્તાહમાં જીવનમાં સફળતા અથવા લાભને લગતા કોઇ મોટાં નિર્ણય લેવામાં ઉતાવળ ના કરો, શુભચિંતકો અથવા કોઇ વરિષ્ઠની સલાહ લો. મહિનાના બીજાં સપ્તાહમાં પરિવાર સાથે પિકનિક અથવા પાર્ટી પર ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. મહિનાના મધ્યમાં અચાનક કેટલાંક ખર્ચ સામે આવી શકે છે, જેની અસર બજેટ પર પડશે. આ દરમિયાન કરિયર અને વ્યવસાયમાં સફળતા માટે વધુ મહેનત કરવી પડશે. સ્વાસ્થ્ય અને સંબંધોનું ધ્યાન રાખો. દામ્પત્ય જીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે. ખાન પાનનું વિશેષ ધ્યાન રાખો.
કર્ક (Cancer)
કર્ક રાશિ માટે મહિનાના શરૂઆતી દિવસો ઉત્તમ રહેશે, કરિયર, વ્યવસાયમાં મનોવાંચ્છિત સફળતા મળશે. બુદ્ધિમત્તાથી તમારી પરેશાનીઓને દૂર કરવામાં સફળ રહેશો, સંબંધીઓ સાથે ગેરસમજ દૂર થશે. પરીક્ષા અને પ્રતિયોગિતાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય શુભ રહેશે. આ દરમિયાન યાત્રાઓ કરિયર અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. મહિનાના મધ્યમાં અચાનક મોટાં ખર્ચ સામે આવી શકે છે, કોર્ટ કચેરીના ચક્કર લગાવવા પડી શકે છે. ઘરના સમારકામ અથવા ખરીદી પર વધારે ખર્ચ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ સમય પ્રતિકૂળ રહેશે, મોસમી અથવા જૂની બીમારીથી બચીને રહો. પરિવાર સાથે મતભેદ રહી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઇ ચિંતિત રહેશો.
સિંહ (Leo)
ઓગસ્ટ મહિનામાં સિંહ રાશિના જાતકોને શુભ અને મનોવાંચ્છિત પરિણામ મળશે. શરૂઆતના દિવસોમાં તમારાં પ્રયાસો અને મહેનતનું ફળ મળશે, કોઇ મોટી ઉપલબ્ધિ હાસલ કરી શકો છો. કોઇ ખાસ વ્યક્તિની મદદથી ભવિષ્યમાં મોટો લાભ મળશે, સત્તા અને સરકાર સંબંધિત લંબિત કાર્યો પૂરાં થશે. રાજનીતિમાં કોઇ મોટું પદ અથવા જવાબદારી મળી શકે છે. કાર્યસ્થળે સીનિયર્સ અને જૂનિયર્સનો સહયોગ મળશે, જેનાથી તમારાં લક્ષ્યને સમયસર પૂરાં કરી શકશો. કોર્ટ કચેરીના લંબિત મામલે નિર્ણય તમારાં પક્ષમાં આવી શકે છે. મહિનાના બીજાં ભાગમાં જોશમાં આવી હોશ ખોવાથી બચો, ઉતાવળે કોઇ નિર્ણય ના લો. વાહન સાવધાનીથી ચલાવો, ઇજા થવાની સંભાવના છે. પ્રેમ સંબંધ વિવાહમાં પરિવર્તિત થઇ શકે છે.
કન્યા (Virgo)
કન્યા રાશિ માટે ઓગસ્ટ મહિનો મિશ્ર રહેશે, શરૂઆતમાં કાર્યોને પૂરાં કરવા માટે વધારે પરિશ્રમ અને પ્રયાસની જરૂર પડશે. આ દરમિયાન તમારાં સ્વાસ્થ્ય અને સંબંધો પર વિશેષ ધ્યાન આપો. મોસમી બીમારીઓના કારણે શારિરીક અને માનસિક પરેશાની રહી શકે છે. દિનચર્યા અને ખાન પાનનું ધ્યાન રાખો. યાત્રા સુખદ રહેશે, ઇચ્છિત લાભ મળશે. મહિનાના ત્રીજાં ભાગમાં કાર્યસ્થળે લોકોની સાથે તાલમેલ જાળવીને રાખો. નોકરી બદલતા અગાઉ નિષ્ણાત અથવા શુભચિંતકની સલાહ લેવાનું ના ભૂલો. તમારી વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખો તો ઇચ્છિત સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં આવી રહેલી અડચણો દૂર થશે. જીવનસાથી સાથે સુખદ પળ પસાર કરશો.
તુલા (Libra)
તુલા રાશિને મહિનાની શરૂઆતમાં ભાગ્યનો સાથ મળશે, જેની મદદથી અટકેલાં કાર્યો પૂરાં થશે. તમારાં સાહસ અને મહેનતથી લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વરિષ્ઠ અધિકારીઓ તમારાં કામની પ્રસંશા કરશે, તેમ છતાં કામકાજને લગતી કોઇ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમાંથી બહાર આવવા મિત્રોની મદદ મળી શકે છે. કોઇ જોખમી યોજનામાં રોકાણ કરવાથી બચો. પાર્ટનરશિપમાં નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખો. મહિનાના ઉત્તરાર્ધમાં સંબંધોની સાથે કોઇ વાતને લઇ તણાવ રહી શકે છે. મહિનાના અંતે કામ સાથે જોડાયેલી મોટી જવાબદારી આવી શકે છે. શારિરીક અને માનસિક થાક રહેશે. લવ પાર્ટનર સાથે બોન્ડિંગ વધશે, પરિવાર તરફથી લગ્નની મંજૂરી મળી શકે છે. પારિવારિક સુખની દ્રષ્ટીએ ઓગસ્ટનો મહિનો ઉત્તમ રહેશે. માતા પિતાના આશીર્વાદ મળશે.
વૃશ્ચિક (Scorpio)
ઓગસ્ટ મહિનાની શરૂઆત વૃશ્ચિક રાશિ માટે શુભ રહેશે, આ દરમિયાન અટકેલાં કાર્યો પૂરાં થશે, તમારાં આત્મવિશ્વાસમાં વધારો થશે. માર્કેટમાં ફસાયેલા પૈસા અચાનક સામે આવી શકે છે. અગાઉ કરેલી યોજનાઓથી ભારે નફો મળશે. આ દરમિયાન પરિવારનો સહયોગ મળશે, સંચિત ધનમાં વૃદ્ધિ થશે. રોજગારની શોધમાં રહેલા જાતકોને ઉત્તમ અવસરો પ્રાપ્ત થશે. મહિનાના મધ્યમાં ઘરમાં ધાર્મિક અથવા માંગલિક કાર્યો સંપન્ન થશે. અવિવાહિત જાતકોને સારાં પ્રસ્તાવ મળી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં તમારાં સ્વભાવમાં આક્રમકતા જોવા મળશે, તેથી વાણી પર નિયંત્રણ રાખો. કાર્યક્ષેત્ર બદલવાનો વિચાર કરી રહ્યા હોવ તો સમજી વિચારીને નિર્ણય લો, ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકસાનકારક સાબિત થઇ શકે છે. ઉપરાંત સ્વાસ્થ્ય પણ તમારી પ્રગતિમાં બાધક બની શકે છે. વેપારમાં લાભ માટે વધુ મહેનત કરવી પડશે. પ્રેમ સંબંધ સામાન્ય રહેશે.
ધન (Sagittarius)
ધન રાશિ માટે ઓગસ્ટ મહિનો મિશ્ર રહેશે, જેમાં મહિનાની શરૂઆત તમારાં માટે શુભતા અને સફળતા લઇને આવશે. ઘર અને બહારના લોકોનો સહયોગ મળશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી કોઇ મોટાં પ્રોજેક્ટ પર કામ કરવાનો અવસર મળશે. આ દરમિયાન અટકેલાં કાર્યો પૂરાં થવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા જોવા મળશે. મહિનાના બીજાં ભાગમાં લાંબા અથવા નાના અંતરની યાત્રા શક્ય છે, જે ફાયદાકારક સાબિત થશે. આ દરમિયાન સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, નહીં તો હાથમાં આવેલા અવસર ગુમાવી દેશો. નોકરીયાત વર્ગને ઉચ્ચ પદ અથવા મનોવાંચ્છિત પદોન્નતિ મળી શકે છે. તમારાં સંબંધોને મજબૂત રાખવા માટે વિશેષ પ્રયાસ કરવા પડશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહી શકે છે. મહિનાના અંતે સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે.
મકર (Capricorn)
મકર રાશિ માટે ઓગસ્ટ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે, મહિનાની શરૂઆતમાં થોડી પરેશાની રહી શકે છે, પરંતુ અંતે ભાગ્યનો સાથ મળશે. કરિયર અને બિઝનેસ અર્થે કરેલી યાત્રા થકાઉ સાબિત થશે અને આશા કરતા ઓછી ફળદાયી રહેશે. મહિનાના મધ્યમાં કરિયર અથવા બિઝનેસમાં કોઇ મહત્વનો નિર્ણય લેવો પડી શકે છે, આ દરમિયાન શુભચિંતકો અથવા કોઇ વિશેષજ્ઞની સલાહ લેવાનું ના ભૂલો. મહિનાના ત્રીજાં સપ્તાહમાં પરિવારના કોઇ સભ્ય સાથે વિવાદ થઇ શકે છે, જેના કારણે મન વ્યથિત રહી શકે છે. આ દરમિયાન કોઇ પણ ચીજ સાથે જોડાયેલા નિર્ણય લેતી વખતે ખુદને અસમંજસની સ્થિતિમાં જોશો. મહિનાના ઉત્તરાર્ધમાં મોટી સફળતા મળી શકે છે, વિદેશમાં કરિયર અથવા વ્યવસાયના પ્રયાસમાં મોટી સફળતા મળી શકે છે. અવિવાહિત જાતકોના લગ્ન નક્કી થઇ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
કુંભ (Aquarius)
કુંભ રાશિને મહિનાની શરૂઆતમાં સંબંધીઓની વાણી અથવા વ્યવહારથી પરેશાની રહી શકે છે. આ દરમિયાન કરિયર અથવા વ્યવસાયમાં અડચણો આવી શકે છે. વાંચ્છિત સ્થળ પર સ્થળાંતર અથવા પૈતૃક સંપત્તિ મેળવવામાં પરેશાની રહી શકે છે. પાર્ટનરશિપમાં વેપાર કરતા જાતકો માટે આ સમય શુભ નથી, નાણાકીય લેવડ દેવડ અથવા રોકાણ વખતે સાવધાન રહો. મહિનાના મધ્યમાં કાર્યસ્થળે તમારી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરો. સમય પહેલાં લક્ષ્યને મેળવવામાં સફળ રહેશો. સંતાન સાથે જોડાયેલી સમસ્યા ચિંતાનું મોટું કારણ બની શકે છે. પ્રેમ સંબંધ અથવા વૈવાહિત જીવનમાં ઇમાનદાર રહો. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો નહીં તો હોસ્પિટલના ચક્કર લગાવવા પડી શકે છે.
મીન (Pisces)
ઓગસ્ટ મહિનામાં મીન રાશિના જાતકોના સમયસર કાર્યો પૂરાં થશે, સંબંધીઓનો સહયોગ મળશે. લાંબા સમયથી કરિયર અથવા બિઝનેસની શોધમાં રહેલા જાતકોને સારાં અવસર મળશે. વિદેશમાં વેપાર કરતા જાતકોને ઇચ્છિત લાભ મળશે. મહિનાના મધ્યમાં કોઇ વિશેષ વ્યક્તિની મદદથી સંપત્તિ સંબંધિ વિવાદનો ઉકેલ મળશે. પરિવારમાં કોઇ શુભ અથવા ધાર્મિક કાર્યોનું આયોજન થઇ શકે છે. નોકરીમાં આવકના વધુ સ્ત્રોત મળશે, પરંતુ કરિયર અથવા બિઝનેસમાં કેટલીક અડચણો આવી શકે છે. નોકરીમાં એવા લોકોથી સાવધાન રહો જે તમારાં કામમાં અડચણો લાવવાના પ્રયાસ કરે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. લવ પાર્ટનર સાથે ગેરસમજ દૂર થશે. દામ્પત્ય જીવન સુખયમ રહેશે. જીવનસાથીની કોઇ મોટી ઉપલબ્ધિ તમારી ખુશીનું કારણ બનશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.