મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો હાલ ભારતમાં સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને તેણે ભારતીયોના સ્માર્ટફોન ઉપયોગ કરવાની દિશામાં મોટી ક્રાંતિ પણ સર્જી નાખી છે. કંપનીએ ગત વર્ષ ફક્ત 999 રૂપિયામાં એક સસ્તો JioBharat V2 ફોન લોન્ચ કર્યો હતો અને હવે કંપનીએ ચૂપચાપ 4જી ફીચર ફોન માટે એક નવું પ્રીપેડ પેક પણ બહાર પાડ્યું છે. મુકેશ અંબાણીની હંમેશા સસ્તા કોલિંગ, 5જી ડેટા, ઓટીટી સબસ્ક્રિપ્શન અને સસ્તા ફોન આપવા માટે ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ માટે પ્રશંસા થાય છે. મોટાભાગના અન્ય પ્લાનની જેમ, રિલાયન્સ જિયોનો આ સસ્તો પ્લાન પણ અનલિમિટેડ કોલની સાથે સાથે 42GBનો કુલ ડેટા અને એક ઓટીટી સબસ્ક્રિપ્શન આપે છે.
Reliance Jio 299 Plan
આ પ્લાનની કિંમત 299 રૂપિયા છે અને તે તેમને 28 દિવસની વેલિડિટી આપે છે. તેમાં તમને અનલિમિટેડ કોલ અને ઢગલો ડેટા મળે છે. આ પ્લાનમાં તમને કુલ 42GB ડેટા મળશે. એટલે કે તમને દરરોજનો 1.5GB ડેટા મળશે. આ ઉપરાંત તમને દરરોજ 100 SMS પણ મળશે.
અન્ય ફાયદા
આ ઉપરાંત તમને Jio TV, Jio Cinema અને Jio Cloud મળશે. ડેટા પૂરો થયા બાદ તમને 64kbpsની સ્પીડ મળશે. ખાસ ધ્યાન રાખજો કે Jio Cinema પ્રીમિયમ આ પ્લાનમાં મળશે નહીં. આ માટે તમારે જિયોની અલગથી સદસ્યતા લેવી પડશે
જિયો પાસે 28 દિવસની વેલિડિટી માટે દરરોજ 2જીબી ડેટા સાથે અનલિમિટેડ 5જીવાળો 349 રૂપિયાનો પ્લાન પણ છે. આ પ્લાનમાં તમને અન્ય ટેલિકોમ કંપનીઓની સરખામણીમાં વધુ લાભ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.