- Government Job Alert 2024: ગુજરાતમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે એક જાહેરાત બહાર પડી છે. ભરતી પસંદગી સમિતિ એ નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં 5 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકાશે, 2022માં લેવાયેલ hmat પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે. ગયા મહિને જ રાજ્ય સરકારે ભરતી માટેની જાહેરાત કરી હતી. ગુજરાતમાં આચાર્ય બનવાની આ ઉત્તમ તક છે.
રાજ્ય સરકારે જાહેરાત બહાર પાડી છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા વખતો વખતના સુધારાઓ તેમજ સરકારના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અન્વયે રાજ્યની શિક્ષણ વિભાગ હસ્તકની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા માટે રાજ્ય સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત તેમજ નિયત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજી કરવાની સમય મર્યાદા:
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ-ર૦રરમાં લેવાયેલ HMATપરીક્ષામાં ઉત્તિર્ણ થયેલ અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે gxerc ની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ તમામ સૂચનાઓનો અભ્યાસ કરી તા.૦૫/૦૮/૨૦૨૪થી તા.૧૭/૦૮/૨૦૨૪ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી ફક્ત ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારે અરજી પત્રકમાં ભરેલ તમામ વિગતોની પૂરતી ખરાઈ/ખાત્રી કર્યા બાદ જ અરજી અમીટ કરવાની રહેશે.
અરજી સબમીટ કરવાની બાકી હોય ત્યાં સુધી અરજીની વિગતોમાં સુધારા કરી શકાશે પરંતુ એક વખત અરજી સબમીટ કર્યા બાદ કંઈ પણ સુધારો થઈ શકશે નહીં. ઉમેદવારે સમય મર્યાદામાં નિયત થયેલ જાહેરાત ઓનલાઈન ભરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ન ભરી શકનાર કે અરજી સબમીટ ન કરનાર ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં.
જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ સત્તાવાર વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ ને વિગતો વખતો વખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે, જે ઉમેદવારોએ અરજી કર્યા બાદ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. આ સાઇટ પર મુકેલી કોઇપણ સૂચના/વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની અંગત રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી. જાહેરાત સંદર્ભેના તમામ હક ગુજરાત ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આચાર્ય ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.