સુરત પોલીસ દ્વારા મસાજ પાર્લરની આડમાં ચાલતા ગોરખ ધંધા સામે અનેક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ફરી એક વાર અડાજણ વિસ્તારમાંથી અડાજણ પોલીસે(Surat Spa News) રેડ કરી દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અડાજણ પોલિસે બાતમી મળી હતી કે અડાજણ ભૂલકા ભવન જલારામ હોન્ડાના શોરૂમ પાસે આવેલી એક દુકાનમાં સ્પા મસાજ ની આડમાં મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવે છે.
બાતમીના આધારે અડાજણ પોલિસે ડમી ગ્રાહક મોકલી આ વાત ની ખરાય કરી હતી. ત્યાર બાદ પોલીસે મસાજ પાર્લર પર રેડ કરી એક મહિલા સહિત સ્પાના સંચાલકને ઝડપી પાડ્યો હતો. માહિતી અનુસાર અડાજણ પોલીસે આલમ ઉર્ફે રોબી દુલાલ શેખની ધરપકડ કરી છે. ત્યારે પકડાયેલા આરોપીની પૂછરછ કરતા જાણવા મળ્યું કે આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો છે, અને અહીં સંચાલક તરીકે નોકરી કરે છે.
પોલીસની પૂછપરછમાં સ્પાનો માલિક મયુરભાઈ નાઈ છે. જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.આ સાથે જ પોલિસે દેહવ્યાપરના ધંધામાં ફસાયેલી મહિલાઓનું રેસ્ક્યું કર્યું હતું. હાલ તો પોલીસે સ્પાના માલિકને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.