જ્યોતિષશાસ્ત્રમાં બધા જ ગ્રહોનું વિશેષ મહત્વ છે. દરેક ગ્રહનો અલગ પ્રભાવ હોય છે જે રાશિ ચક્રને અસર કરે છે. જેમકે શુક્ર ગ્રહને પ્રેમ, સુખ, સૌંદર્ય, આકર્ષણ અને ભૌતિક સુવિધાનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરે તો એક રાશિમાં તે 28 દિવસ સુધી ગોચર કરે છે. રાશિચક્રમાં છાયા ગ્રહ રાહુ અને કેતુનું પણ વિશેષ મહત્વ છે. કેતુ 18 મહિના એક રાશિમાં ગોચર કરે છે અને ત્યાર પછી રાશિ પરિવર્તન કરે છે. જ્યારે આ ગ્રહ અન્ય ગ્રહ સાથે યુતિ સર્જે છે તો તેની અસર પણ બધી જ રાશિના લોકો પર પડે છે.
Shukra Ketu Yuti: કન્યા રાશિમાં શુક્ર અને કેતુનું થશે મિલન, આ રાશિવાળા લોકોના જીવનમાં થશે મોટા ફેરફાર
Shukra Ketu Yuti: 25 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધીના સમયમાં કન્યા રાશિમાં શુક્ર અને કેતુ એકસાથે ગોચર કરશે. જેના કારણે સૌથી વધુ અસર કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોને થશે.
Shukra Ketu Yuti: કન્યા રાશિમાં શુક્ર અને કેતુનું થશે મિલન, આ રાશિવાળા લોકોના જીવનમાં થશે મોટા ફેરફાર
Shukra Ketu Yuti: જ્યોતિષશાસ્ત્રમાં બધા જ ગ્રહોનું વિશેષ મહત્વ છે. દરેક ગ્રહનો અલગ પ્રભાવ હોય છે જે રાશિ ચક્રને અસર કરે છે. જેમકે શુક્ર ગ્રહને પ્રેમ, સુખ, સૌંદર્ય, આકર્ષણ અને ભૌતિક સુવિધાનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરે તો એક રાશિમાં તે 28 દિવસ સુધી ગોચર કરે છે. રાશિચક્રમાં છાયા ગ્રહ રાહુ અને કેતુનું પણ વિશેષ મહત્વ છે. કેતુ 18 મહિના એક રાશિમાં ગોચર કરે છે અને ત્યાર પછી રાશિ પરિવર્તન કરે છે. જ્યારે આ ગ્રહ અન્ય ગ્રહ સાથે યુતિ સર્જે છે તો તેની અસર પણ બધી જ રાશિના લોકો પર પડે છે.
ઓગસ્ટ મહિનામાં શુક્ર ગ્રહ પણ કેતુ સાથે ખાસ યુતિ બનાવશે. 25 ઓગસ્ટે 1.24 મિનિટે શુક્ર ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. કન્યા રાશિમાં પહેલાથી જ કેતુ ગોચર કરે છે. જેના કારણે કેતુ અને શુક્રનું મિલન કન્યા રાશિમાં થશે. શુક્ર ગ્રહ 18 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે. એટલે કે શુક્ર અને કેતુની યુતિનો પ્રભાવ 18 સપ્ટેમ્બર સુધી રહેશે. 18 સપ્ટેમ્બર સુધીના સમયમાં કેટલીક રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફાર જોવા મળશે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ અને તેમના જીવનમાં કેવા ફેરફાર થશે.
શુક્ર અને કેતુની યુતિ આ રાશિઓ માટે લાભકારી
કર્ક રાશિ
શુક્ર અને કેતુની યુતિ આ રાશિના ત્રીજા ભાવમાં બનશે. જેનાથી ભાગ્ય વૃદ્ધિના સંકેત મળે છે. આ સમય દરમિયાન ધન લાભની સારી તકો પ્રાપ્ત થશે. લાંબા સમયથી જે કામ અટકેલા હતા તે ઝડપથી પૂરા થવા લાગશે. જીવનમાં ધન સંપત્તિ વધશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા લોકોને નવી નોકરી અથવા તો ચાલુ નોકરીમાં પ્રમોશનના સંકેત મળે છે.
સિંહ રાશિ
શુક્ર અને કેતુની યુતિ આ રાશિના બીજા ભાવમાં બનશે. જેના કારણે ધન, વાણી અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. અચાનક ધનલાભની તક મળશે. જીવનમાં લક્ઝરી વસ્તુઓ વધશે. સંતાનની સુખ-સમૃદ્ધિ વધશે. નવી યોજનાઓ સફળ થશે. કાર્યક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. કારકિર્દીને યોગ્ય દિશા મળશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ માટે પણ શુક્ર અને કેતુની યુતિ લાભકારક છે. કારણ કે આ યુતિ વૃશ્ચિક રાશિના 11 માં ભાવમાં બનશે. જેના કારણે શુક્ર અને કેતુ સૌથી વધુ ફાયદો વૃશ્ચિક રાશિના લોકોને કરાવશે. નોકરીમાં પ્રમોશનના યોગ પ્રબળ છે. દિવસો સકારાત્મક રહેશે. અચાનક મોટો ધનલાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.