ગૌતમ અદાણીએ તેમની નિવૃત્તિની યોજના બનાવી લીધી છે અને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી 70 વર્ષની ઉંમરે બિઝનેસની જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના રિટાયરમેન્ટ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌતમ અદાણીએ તેમની નિવૃત્તિની યોજના બનાવી લીધી છે અને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી 70 વર્ષની ઉંમરે બિઝનેસની જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના રિટાયરમેન્ટ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌતમ અદાણીએ તેમની નિવૃત્તિની યોજના બનાવી લીધી છે અને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી 70 વર્ષની ઉંમરે બિઝનેસની જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે.
હાલમાં ગૌતમ અદાણીની ઉંમર 62 વર્ષની છે, તેથી તેઓ 8 વર્ષ પછી રિટાયરમેન્ટ લેશે. અદાણી ગ્રૂપના ચેરમેને જણાવ્યું હતું કે તેઓ 2030 ના દાયકાની શરૂઆતમાં અદાણી ગ્રુપની કામન તેમના પુત્રો અને ભત્રીજાઓને સોંપવાની યોજના બનાવે છે.
ગૌતમ અદાણીએ એક ઈન્ટરવ્યુમાં આ પ્લાનનો ખુલાસો કર્યો હતો. સાથે જ એમ પણ જાણવા મળ્યું કે જ્યારે ગૌતમ અદાણી નિવૃત્ત થશે, ત્યારે તેમના ચાર વારસદારો – પુત્રો કરણ અને જીત સાથે ભત્રીજા પ્રણવ અને સાગર હશે.
ગૌતમ અદાણીની નિવૃત્તિ અને તેમના ઉત્તરાધિકારીને લઈને આવા સમાચાર પહેલીવાર સામે આવ્યા છે. અદાણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે બિઝનેસના અસ્તિત્વ માટે ઉત્તરાધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે જ ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે એમને આગામી પેઢી પર જૂથની કમાન્ડ વધુ સારી રીતે આગળની પેઢી સુધી પહોંચાડવાનો વિકલ્પ તેમના પર છોડી દીધો છે.
આ વિશે એમના બાળકોનું શું કહેવું છે એ પણ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. જ્યારે ગૌતમ અદાણીએ લંચ પર પરિવારના સભ્યો વચ્ચે તેમની ઉત્તરાધિકારી યોજનાઓની ચર્ચા કરી, ત્યારે તેમના પુત્રો કરણ-જીત અને ભત્રીજા પ્રણવ અને સાગરે તેમને કહ્યું કે તેઓ એક પરિવારની જેમ આ ગ્રૂપને ચલાવવાનો ઇરાદો ધરાવે છે. અહેવાલ મુજબ ચારેય વારસદારોને પરિવારના ટ્રસ્ટનો સમાન હિસ્સો મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.