કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેબલ ટેલિવિઝન ઓપરેટરોને મુસ્લીમ દેશોની પ્રાઈવેટ ચેનલો દર્શાવવાને લઈને ચેતવણી આપી છે. આ મુસ્લીમ દેશોમાં પાકિસ્તાન, તુર્કી અને મલેશિયા ઉપરાંત ઈરનનો પણ સમાવેશ થાય છે.
5 ઓગષ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 270 હટાવવાનો નિર્ણય લીધો તો પાકિસ્તાનની સાથો સાથ મલેશિયા અને તુર્કીએ પણ વિરોધ નોંધાવ્યો હતો. જોકે ઈરાન, સાઉદી અરબ અને યૂએઈએ કાશ્મીર મુદ્દે ભારતના નિર્ણયને લઈને કોઈ જ વાંધો ઉઠાવ્યો નહોતો.
સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે કેબલ ટીવી ઓપરેટરોને કેબલ ટીવી નિયમો અંતર્ગત તેમના દાયીત્વને યાદ અપાવવામાં આવ્યું છે.
આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક કેબલ ઓપરેટર પોતાના નેટવર્ક પર મંત્રાલયની પ્રકાશીય યાદી બહારની કેટલીક ચેનલોનું પ્રસારણ કરી રહ્યાં છે. જે સ્પષ્ટ રીતે કેબલ ટીવી નિયમના ઉપનિયમ 6 (6)નું ઉલ્લંઘન છે અને તેના પર તુરંત કાર્યવાહી કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, સૂચના પ્રસારણ મંત્રાલયે 500 થી વધારે ચેનલને માન્યતા આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.