હિંસા વચ્ચે શેખ હસીનાએ તાબડતોબ દેશ છોડ્યો, ભારત પહોંચ્યા..

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ દેશ છોડી દીધો હોવાના સમાચાર આવી રહ્યા છે. મિલેટ્રીના હેલિકોપ્ટરથી તેમણે દેશ છોડી દીધો છે. તેમનું હેલિકોપ્ટર ભારત માટે રવાના થયું છે. એવી પણ અટકળો થઈ રહી છે કે તેમણે પીએમ પદેથી રાજીનામું આપી દીધુ છે.

બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ દેશ છોડી દીધો હોવાના સમાચાર આવી રહ્યા છે. મિલેટ્રીના હેલિકોપ્ટરથી તેમણે દેશ છોડી દીધો છે. તેમનું હેલિકોપ્ટર ભારત માટે રવાના થયું છે. એવી પણ અટકળો થઈ રહી છે કે તેમણે પીએમ પદેથી રાજીનામું આપી દીધુ છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પ્રધાનમંત્રી આવાસમાં પ્રવેશ્યા હોવાનું પણ જાણવા મળે છે.

શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષાદળોને આગ્રહ કર્યો છે કે તેઓ સંભવિત તખ્તાપલટના પ્રયત્નોને સફળ ન થવા દે. આ બધા વચ્ચે રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેનાની તૈનાતી કરાઈ છે. રસ્તાઓ પરથી પોલીસને હટાવી દેવાઈ છે. આ પહેલા સત્તાધારી આવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીના ટોચના નેતૃત્વ વચ્ચે સેના હેડક્વાર્ટરમાં મોટી બેઠક થઈ રહી છે.

અત્રે જણાવવાનું કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ભડકેલી છે. બાંગ્લાદેશમાં સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ વચ્ચે સેના ચીફ જનરલ વકાર ઉઝ જમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કરફ્યૂને અવગણીને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ લોંગ માર્ચ માટે ઢાકાના શાહબાગ ચોર રસ્તે ભેગા થયા. આ અગાઉ રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા. જેમાં 19 પોલીસકર્મી સામેલ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.