Surat Police News: સુરત શહેરમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આર્થિક તંગી, ઘરેલું ઝગડામાં લોકો સીધા મોતને ભેટવા જતા રહે છે. સુરત પોલીસ(Surat Police News) દ્વારા પણ સતત આવા કિસ્સાઓને અટકાવવા પ્રયાસો કરી રહી છે. ત્યારે ફરી એકવાર સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવકે બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી
સુરત પોલીસની ફરી એકવાર પ્રશંસનીય કામગીરી સામે આવી છે. સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યા હતો. યુવક આત્મહત્યા કરવા ઓવરબ્રિજન પર લટકી રહ્યો હતો,પરંતુ દુર્ઘટના બને તે પહેલા જ પોલીસે આ યુવકને બચાવી લીધો હતો.ત્યાર બાદ યુવકનું કાઉન્સિલિંગ કરી તેને ઘરે મોકલ્યો હતો.
તણાવના કારણે યુવક આપઘાતનો પ્રયાસ કર્યો
મળતી માહિતી અનુસાર યુવક ઘણો તણાવમાં હતો. જેને લઇને તેને આપઘાતનો વિચાર આવ્યો. મોડી સાંજે તે આપઘાત કરવા બ્રિજ પર ચઢ્યો હતો અને ત્યાં લટકી ગયો હતો. પોલીસને આ વાતની જાણ થતાં તાત્કાલિક ઘટાસ્થળે પહોંચી યુવકને સમજાવી પટાવી નીચે ઉતર્યો હતો. ત્યાર બાદ પોલીસ યુવકનું કાઉન્સ્લિંગ કર્યું હતું. અને સમજાવી યુવકને તેના ઘરે મોકલ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.