અમદાવાદ એએમસીમાં છેલ્લા 5 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની RTI માં વિગત માંગતા ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો. જેમાં વર્ષોથી અધિકારીઓની બદલી કરાઈ ન હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા અનેક વર્ષોથી અધિકારીઓ એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે, 22 જેટલા આસી. મ્યુ. કમિશનર છેલ્લા 5 વર્ષથી એક જ જગ્યા પર હોવાનો RTi માં ખુલાસો થયો છે. કુલ 54 જેટલા વર્ગ 1 અધિકારીઓ અને 154 જેટલા વર્ગ-2 ના અધિકારીઓ છેલ્લા 3-5 વર્ષ સુધી એક જ પોસ્ટ પર સ્થાયી છે. વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા અધિકારીની બદલી કરવાર મ્યુ. કમિશનરને રજૂઆત કરાઈ હતી.

ત્રણ વર્ષથી વર્ગ-1 અને 2 નાં 154 અધિકારીની એક જ જગ્યાએ ફરજ બજાવે છે
આ બાબતે લઘુમતી વિભાગનાં કાર્યકારી પ્રમુખ અતિક સૈયદે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છેલ્લા ત્રણ વર્ષથી પણ વધારે સમયથી વર્ગ 1 અને વર્ગ 2 નાં 154 અધિકારીઓની બદલી કરવામાં આવેલ નથી. જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર 22, ઓચઓડી 6, Dy.HOD 4,ઈજનેર વિભાગનાં 39, લાઈટ વિભાગનાં 10, હેલ્થ અને સોલિડ વિભાગનાં 25, સેન્ટ્રલ લેબોરેટરીનાં 2, પબ્લીક હેલ્થ લેબોરેટરીનાં 2, આસિસ્ટન્ટ મેનેજર 5, ઓફીસ સુપ્રિટેન્ડન્ટ 22 અને એસ્ટેટ અને ટીડીઓ વિભાગનાં કુલ 17 મળી કુલ વર્ગ-1 અને 2 નાં 54 અધિકારીઓ એવા છે કે જેમનાં નિયમ પ્રમાણે ત્રણ વર્ષથી વધુ સમય થયા છતાં બદલી કરવામાં આવતી નથી.
મ્યુનિસિપલ કમિશ્નર તેમજ મેયર દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે
રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશ્નરની બદલી સમયાંતરે કરવામાં આવતી હોય છે. તો મહાનગર પાલિકામાં ફરજ બજાવતા વર્ગ-1 અને વર્ગ-2 નાં કર્મચારીઓની બદલી ન કરવા માટે ક્યું ગ્રહણ નડે છે. આ બાબતે અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, મારી મ્યુનિસિપલ કમિશ્નર તેમજ મેયરને વિનંતી છે કે આ બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.