વનવિભાગ ઘટનાસ્થળે પહોંચી સિંહણના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. ગઢડાના RFO પ્રજાપતિ એ જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ત્રણથી ચાર સિંહો વસવાટ કરે છે.
ગઢડા તાલુકાના ઈતરીયા ગામની વાડીમાં આવેલ કુવામાં સિંહણ પડતા તેનું મોત નિપજ્યું છે. વનવિભાગ ઘટનાસ્થળે પહોંચી સિંહણના મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે. ગઢડાના RFO પ્રજાપતિ એ જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ત્રણથી ચાર સિંહો વસવાટ કરે છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈતરીયા ગામે આવેલી એક વાડીના કુવામાં સિંહણ પડી ગયાના સમાચારોને લઈને ગઢડા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચ્યું હતું. ત્યાં જઈને તપાસ કરતા સિંહણનું મૃત્યું થયાનું તપાસમાં બહાર આવતા વન વિભાગ દ્વારા સિંહણનો મૃતદેહને કુવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ સિંહણના મૃતદેહને પીએમ માટે પાલીતાણા ખસેડવામાં આવ્યો હતો.
આ વિસ્તારમાં ત્રણથી ચાર સિંહો વસવાટ કરે છે. સમગ્ર ઘટનાને લઈને ગઢડા આરએફઓ IS પ્રજાપતિએ માહિતી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.