Jio, એરટેલ અને વોડાફોનને ટક્કર આપવા BSNLએ ઉતાર્યા ડેટા પ્લાન, 7 રૂપિયામાં મળશે 1 GB ડેટા


સરકારી ટેલિકોમ કંપની BSNLએ યુઝર્સ માટે શાનદાર પ્લાન્સ માર્કેટમાં ઉતાર્યા છે. પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓથી મળી રહેલી સ્પર્ધાને જોતાં BSNLએ પણ પોતાના પોર્ટફોલિયોમાં અનેક નવા પ્લાનને સામેલ કર્યા છે. બીજી કંપનીઓની જેમ બીએસએનએલે પણ કોમ્બો પ્લાન ઓફર કર્યા છે. અને યુઝર્સને ડેટાની કમી ન થાય તે માટે સ્પેશિયલ ડેટા પેક્સ પણ ઓફર કરી રહી છે. આ ડેટા પેક્સની શરૂઆત 7 રૂપિયાથી થાય છે.

બીએસએનએલ દ્વારા ઓફર કરવામાં આવતો સૌથી સસ્તું ડેટા વાઉચર 7 રૂપિયાનું આવે છે. આ વાઉચરનું નામ Mini 7 છે. એક દિવસની વેલિડિટી સાથે આવતાં આ ડેટા વાઉચરમાં 1 જીબી ડેટા મળે છે. આ જ પ્રકારે Mini 16 ડેટા પેકમાં કંપની એક દિવસની વેલિડિટી સાથે 2 જીબી ડેટા આપે છે. તો કંપનીએ C-DATA56 પ્લાન પણ ઉતાર્યો છે. જેમાં રિચાર્જ કરવા પર સાત દિવસ માટે રોજનાં 1.5 જીબી ડેટા મળે છે.

આવો જ એક પ્લાન છે DATATsunami_98 જે બીએસએનલ પોતાના યુઝર્સને આપે છે. આ પ્લાનમાં યુઝર્સને રોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે, તેમાં યુઝર્સને ઈરોઝ નાઉ એન્ટરટેઈનમેન્ટનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. અને DATASTV_197 પ્લાનમાં ફ્રી પર્સનાલાઈઝ્ડ રિંગ બેક ટોનની સાથે રોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. અને આ પ્લાનની વેલિડિટી 54 દિવસની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.