સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આજે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયા દ્વારા રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પાલ આંબલિયાએ કહ્યું હતું કે, અતિવૃષ્ટિને 15-15 દિવસ વીતી ગયા હોવા છતાં નુકસાનીનો સર્વે ગોકળ ગતિએ કરવામાં આવી રહ્યો છે.
માત્ર 25 ટકા જેટલો જ સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે ઘેડ પંથકમાં પાણી ભરેલા હોવાથી સરકારે પાણી ઓસર્યા બાદ સર્વે કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. જોકે ઘેડ પંથકમાં પાણી 20-20 દિવસ સુધી ખેતરોમાં ભરેલા હોઈ તો 100 ટકા નુકસાન થયું જ હોઈ. પાકના સંપૂર્ણ ધોવાણનો સર્વે જ થયો ન હોવાનો આરોપ લગાવ્યો હતો. ઘેડ પંથક માટે રાજ્ય સરકાર 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. કારણ કે, ઘેડ અને પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને અંદાજીત 1 લાખ કરોડનું નુકસાન થયું છે. ઘેડ પંથક માટે રાજ્ય સરકાર સ્પેશ્યલ પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે.
એટલું જ નહીં જેતપુરના ડાઇંગ ઉદ્યોગનું કેમિકલ ઉબેણ નદીમાં ઠલવવામાં આવતું હોવાથી આ નદીનું દૂષિત પાણી ઘેડના ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું હોવાથી પાક બળીને ખાખ થઈ ગયો છે. જેતપુરમાં ડાઈંગ ઉદ્યોગો પાસે થી પોતાને સાવજ ગણાવતા શખ્સ પ્રોટેક્શન મની વસુલ કરે છે અને ઉબેણ નદીમાં કેમિકલ છોડે છે. GPCB દ્વારા 45 લાખનો દંડ વસુલ કર્યો પરંતુ ઉબેણ નદીમાં કેમિકલ બંધ થતું નથી.
ખેડૂતોએ કહ્યું હતું કે, ઘેડ પંથકની કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયાએ મુલાકાત લીધી. પણ પેકેજ જાહેર કરવાની વાત કરી. પણ ખરી હકીકત એ છે કે, નદીઓને ઉંડી કરવી અને પ્રોટેક્શન વોલ બનાવવા સરકારમાં અનેક વખત રજુઆતો કરી પણ કોઈ જ ઉકેલ આવતો નથી. દર વર્ષે ખેડૂતોના ખેતરો ધોવાઈ જાય છે અને પછી સરકાર પેકેજ જાહેર કરી સંતોષમાની લે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.