PMC બેંક ઘોટાળાના તાર BJP નેતાનાં પુત્ર સાથે જોડાયા, સંપત્તિ થઈ શકે છે જપ્ત!

PMC બેંક ઘોટાળામાં બીજેપી નેતા તારા સિંહના પુત્ર રણજીત સિંહની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)ની ટીમ હવે રણજીત સિંહની સંપત્તિની વિસ્તારથી જાણકારી નીકાળી રહી છે. સંભાવના છે કે, આ સંપત્તિને જપ્ત કરવામાં આવશે.

રણજીત સિંહનાં સાયન-કોલીવાડા ઘરમાં EOWની ટીમે રવિવારે રેડ પાડી હતી. ત્યાંથી અમુક ડોક્યુમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. હવે તેનાં પર તપાસ ચાલી રહી છે. આ કેસની તપાસ સાથે સંકળાયેલાં લોકોના જણાવ્યા પ્રમાણે, રણજીત સિંહ છેલ્લા 2 દશકથી પીએમસી બેંકના નિર્દેશક મંડળમાં હતો. તે બેંકની લોન રિકવરી ટીમનો સભ્ય પણ હતો. તેને HDILના ખરાબ લોન સ્ટેટસ અંગે ખબર હતી. તેમ છતાં તેણે HDILની લોન રિકવરી માટે કાંઈ કર્યું ન હતું.

 

ટીમ રજનીત સિંહનાં બેંક ખાતાઓની પણ તપાસ કરી રહી છે. તેનાં ખાતાઓને ફ્રિઝ કરી દેવામાં આવ્યા છે. જેથી તેના ખાતામાંથી કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન થઈ શકે નહીં. છેલ્લા 3 દિવસમાં તપાસ ટીમે રણજીત સિંહની 30 કલાક સુધી પુછતાછ કરી છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.